કુશળ વ્યક્તિઓ સિવાય ચિપ્સ કે મિસાઇલ્સ બનાવી ન શકાય : વસાહતીઓ અંગે ટ્રમ્પનો યુ ટર્ન

- કેટલાયે કુશળ વસાહતીઓ અમેરિકાના કામદારોને કેટલાંયે સંકીર્ણ ઉત્પાદનો, બનાવતાં શીખવાડે છે તેઓ આવકાર્ય છે
વૉશિંગ્ટન : વસાહતીઓ અંગે કોરડો વીંઝ્યા પછી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને બ્રહ્મજ્ઞાાન લાધ્યું છે. વાત તેમ છે કે વિદેશોમાંથી વિશેષત: ભારતમાંથી આવતા કુશળ કારીગરોની સંખ્યા એકદમ ઘટી ગઈ છે. તેમજ ટેકનીશ્યનો,અને ઇજનેરો પણ આવતાં ઘટી ગયા છે. પરિણામે, અમેરિકાને કુશળ વ્યક્તિઓની ખેંચ પડી ગઈ છે. આથી પ્રમુખ ટ્રમ્પે તેઓની વસાહતીઓ અંગેની નીતિમાં યુ-ટર્ન લીધો છે.
તેઓએ કહ્યું : કુશળ વસાહતીઓ, અમેરિકનોને ચીપ્સ અને મિસાઇલ્સ જેવી સંકીર્ણ રચનાઓ કરવામાં સહાયભૂત થાય છે, તેટલું જ નહીં પરંતુ અમેરિકનોને તે શીખવે પણ છે. આ સાથે તેઓએ તેમ પણ સ્વીકાર્યું હતું કે પોતે જાહેર કરેલી નવી વસાહતી નીતિ સામે જબ્બર વિરોધ સંસદમાં તેમ જ બહાર થઇ રહ્યો હતો. જેની ખરેખરી હીટ તેવો અનુભવી રહ્યા હતા.
બુધવારે યુ.એસ.સઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમને સંબોધતાં તેઓએ કહ્યું હતું કે, ઘણા સંકીર્ણ પ્લાંટ અમેરિકામાં રચાઈ રહ્યા છે. તેમાં તે કુશળ વસાહતીઓનું ઘણું ખોટું પ્રદાન છે અને તે દેશનાં અર્થતંત્રને મજબૂત બનાવે છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે ટેલીફોન કોમ્પ્યુટર્સ અને મિસાઇલ્સ બનાવતી કંપનીઓએ વિદેશોમાંથી કુશળ ટેક્નીશ્યનો અને કારીગરો બોલાવવા જ પડે તેમ છે. તેઓ તેમનું જ્ઞાાન-અમેરિકનોને આપી તેમને શિક્ષિત અને તાલિમબધ્ધ કરી શકે તેમ છે. તેથી તેઓ આવકાર્ય છે. તેઓ મેઇક અમેરિકા ગ્રેટ અગેઇનમાં ઘણો મોટો ફાળો આપી શકે તેમ છે. તેથી આવકાર્ય છે.

