ચીની વૈજ્ઞાનિકો માનવીય પ્રતિભાવ આપતી સેક્સ ડોલ બનાવશે
- એઆઈની મદદથી સેક્સ રોબોટ ઉદ્યોગમાં ક્રાંતિ
- સેન્સરોથી સજ્જ સેક્સ ડોલ વપરાશકાર સાથે વાત કરશે અને તેના વર્તનના અસલ જેવા પ્રતિભાવ આપશે
બેઈજિંગ : માનવીય સર્જનાત્મક્તાએ જીવવાના પ્રાથમિક સાધનો અને સ્માર્ટફોન સહિત વિવિધ ટેકનોલોજીના વિકાસને પ્રેરિત કર્યો છે. વપરાશકારો સાથે સંવાદ કરીને તેમજ નિકટ અનુભવો કરાવીને એઆઈ સંચાલિત પાર્ટનરોની રચના કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) સેક્સ ડોલ ઉદ્યોગમાં ક્રાંતિ લાવી શકે છે. આ ટેકનોલોજી વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તન લાવીને ઊભરતી જરૂરીયાતો પૂરી પાડે તેવી સંભાવના છે. ચીનના વૈજ્ઞાાનિકો અને એન્જિનીયરો હવે વપરાશકારને નિકટનો અનુભવ કરાવે તેવી સેક્સ ડોલનું નિર્માણ કરી રહ્યા છે.
ચીની વૈજ્ઞાાનિકો અને એન્જિનીયરો નૈતિક અને ટેકનીકલ પડકરો છતાં વપરાશકાર સાથે સંવાદ કરી શકે તેવા એઆઈ આધારિત સાથીદારો રચવા ચેટજીપીટી જેવી ટેકનોલોજીને સેક્સ રોબોટ સાથે સાંકળી રહ્યા છે. શેનઝેનમાં અગ્રણી સેક્સ ડોલ ઉત્પાદક સ્ટારપેરી ટેકનોલોજી તેના ઉત્પાદનોમાં એઆઈને સાંકળીને પોતાના વિશાળ બહુ ભાષીય મોડલ બનાવી રહ્યું છે. મહિલા અને પુરુષ તરીકે મળતી આ અત્યાધુનિક સેક્સ ડોલ ટૂંક સમયમાં જ બજારમાં મળતી થઈ જશે.
સેક્સ ડોલ ઉત્પાદક કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે અમે વપરાશકારો સાથે શાબ્દિક અને શારીરિક બંને રીતે સંપર્ક કરી શકે તેવી આધુનિક સેક્સ ડોલનું નિર્માણ કરી રહ્યા છીએ. તેના પ્રોટોટાઈપ ઓગસ્ટ સુધીમાં તૈયાર થવાની સંભાવના છે. જો કે તેમણે કબૂલ કર્યું હતું કે આ બાબતમાં હજી પણ નોંધપાત્ર ટેકનોલોજી સંબંધિત પડકારો રહેલા છે, ખાસ કરીને વાસ્તિવક માનવીય સંપર્ક રચવાની બાબતમાં મુશ્કેલી જણાઈ રહી છે. મૂળભૂત સંવાદ સીધા અને સરળ હોય છે પણ સૂક્ષ્મ ઈન્ટરએક્ટિવ પ્રતિભાવો માટે વિશિષ્ટ સોફ્ટવેર કંપનીઓ દ્વારા વિક્સાવાયેલા જટિલ મોડલની જરૂર પડે છે.
ધાતુના હાડકા અને સિલિકોન બાહ્ય આવરણો સાથેની વર્તમાન સેક્સ ડોલ માત્ર પ્રાથમિક પ્રતિભાવો પ્રદાન કરે છે અને તેમાં અર્થસભર માનવીય ઈન્ટરએક્શન માટે જરૂરી અભિવ્યક્તિનો અભાવ હોય છે. પણ સેન્સરો અને આધુનિક મોડલોથી સજ્જ એઆઈ સંચાલિત સેક્સ ડોલની નવી પેઢી હલનચલન અને સંવાદ બંનેનો પ્રતિભાવ આપશે. માત્ર મૂળભૂત સંવાદ ક્ષમતાના સ્થાને લાગણીશીલ જોડાણ પર કેન્દ્રિત આ વિશિષ્ટતાથી વપરાશકારના અનુભવમાં નોંધપાત્ર વધારો થશે.