2020માં વુહાનમાં કોરોના વાયરસનું સત્ય ઉજાગર કરનાર ચીનની મહિલા પત્રકારને ફરી 4 વર્ષની જેલ
૨૦૨૦માં જાંગ જેન હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાં ગઇ હતી.
જાંગ જેનને ગત વર્ષ જેલમાંથી મુકત કરવામાં આવી હતી
સિંગાપુર,22 સપ્ટેમ્બર, 2025,સોમવાર
માનવાધિકાર ગતિવિધીઓનું સમર્થન કરનારી એક ચીની વેબસાઇટના જણાવ્યા અનુસાર વુહાન શહેરમાં કોરોના વાયરસના પ્રકોપના ગ્રાઉન્ડ રિપોર્ટ આપનારા ચીની મહિલા પત્રકાર જાંગ જાનને ફરી જેલની સજા થઈ છે. કોરોના મહામારી માટે જવાબદાર કોરોના વાયરસને વુહાન વાયરસ કહેવામાં આવતો હતો જેનું સંભવિત ઉદ્ભવ સ્થાન વુહાન વાયરોલોજી લેબ હતી. જાંગ જાને મહામારીમાં ગ્રાઉન્ડ ઝીરો પરથી માહિતી એકઠી કરીને દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું.
2020માં જાંગ જેન હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાં ગઈ હતી. ચીને કોરાનો વાયરસ દુનિયાના દેશોની ઇકોનોમી બગાડવા માટે પેદા કર્યો હોવાની રહસ્યમય સ્ટોરીઓ બહાર પડી હતી એટલું જ નહીં ચીન માટે દુનિયામાં નેગેટિવ સેન્ટિમેન્ટ શરુ થયા હતા. ચીની વેબસાઇટ વેઇછેનવાંગને ટાંકીને જણાવાયું છે કે શાંઘાઈની અદાલતે શુક્રવારે જાંગ જેનને ચાર વર્ષની જેલની સજા સુણાવી હતી. રિપોર્ટસ વિધાઉટ ર્બા્ડસે મૂળ ચીની ભાષામાં જર્નાલિસ્ટ પર લાગેલા આરોપનો અનુવાદ ઝઘડો કરવો અને મુશ્કેલી ઊભી કરવી એવો કરવામાં આવ્યો છે.
જાંગ જેનને ગત વર્ષ જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. ત્યાર પછી સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવાના આરોપ હેઠળ ફરીથી એરેસ્ટ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને માનવાધિકાર કાર્યકર્તાનું સમર્થન કરવા માટે ગાંસુ પ્રાંતનો પ્રવાસ કરવાનો આરોપ લાગ્યો હતો. વુહાન રિપોર્ટિગ કેસમાં જાંગ જાનને મુકિત મળી હતી પરંતુ માનવાધિકારના કેસમાં ફરી 4 વર્ષ જેલમાં રહેવું પડી શકે છે.