પેરિસ,૪ નવેમ્બર,૨૦૨૫,મંગળવાર
ચીનની ઇ કોર્મસ પ્લેટફોર્મ કંપની આમ તો સસ્તા કપડા વેચવા માટે જાણીતી છે પરંતુ આજકાલ ફ્રાંસમાં બાળકીઓ જેવી દેખાતી સેકસ ડોલ્સ વેચવા બાબતે ચર્ચામાં આવી છે. વર્ષ ૨૦૦૮માં ચીનમાં શરુ થયેલું આ પ્લેટફોર્મે કેટલાક વર્ષો પહેલા ફેશન જગતમાં ધૂમ મચાવી દીધી હતી. હાલમાં સિંગાપુરમાં મુખ્ય કાર્યાલય ધરાવતી કંપનીએ લોકપ્રિય ફેશન બ્રાંડ માટે ઓળખવામાં આવે છે આથી સેકસ ડોલ વેચવા બાબતે ભારે વિવાદ જાગ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૩ નવેમ્બર ૨૦૨૫ના રોજ ફ્રાંસની સરકારે વેબસાઇટ પર વેચાણ પર પ્રતિબંધ મુકવાની ધમકી આપી છે. તપાસ પછી કંપનીનો કેસ તપાસ માટે સોંપી દેવામાં આવ્યો છે. તપાસમાં પણ જાણવા મળ્યું છે કે શીનના પ્લેટફોર્મ પર બાળકીઓ જેવી દેખાતી ડોલ્સ વેચવામાં આવતી હતી.
ફ્રાંસની ઉપભોકતા છેતરપિંડી એજન્સીને એક ગુમનામ વ્હિસલબ્લોઅરની ફરિયાદ મળી હતી.વ્હિસલ બ્લોઅરે ઉત્તેજક ગુડીઓ વેચવામાં આવતી હોવાનો ખુલાસો કર્યો હતો. જેના રુપ રંગ અને આકારમાં પોર્નોગ્રાફી સ્પષ્ટ જણાય છે. આ અંગે ફ્રાંસની અર્થ વ્યવસ્થા મંત્રી રોલેંડ લેસ્કયોરે ચેતવણી આપી છે કે આ ફેશન ઇ કોમર્સ સાઇટ શંકાસ્પદ ઉત્પાદનો વેચવાનું ચાલુ રાખશે તો સરકાર પ્રતિબંધ મુકવાની માંગ કરશે. ફ્રાંસીસી રેડિયો સાથે વાતચીત કરતા સ્પષ્ટતા કરી હતી કે આ બાબત મર્યાદા પાર કરવા અંગેની છે. આરોપની હજુ પણ ઉંડી તપાસ ચાલી રહી છે પરંતુ કંપની દ્વારા કોઇપ્રતિક્રિયા આપવામાં આવી નથી. કંપનીએ તેના વિવાદાસ્પદ ઉત્પાદનને ઓનલાઇન પ્લેટફોર્મ પરથી હટાવી દીધું છે. ફ્રાંસની કંપની સોસાયટી ડેસ ગ્રેંડસ મેગાસિન્સ (એસજીએમ) ચીની કંપનીનો ફ્રાંસમાં પ્રવેશ થાય તે માટે મદદ કરી હતી. આ ફ્રાસીસી કંરનીએ પણ તાજેતરની ઘટનાની ટીકા કરી છે.


