Get The App

ચીનની કંપનીમાં અનોખી સ્પર્ધા, વજન ઘટાડવા બદલ કર્મચારીને 1.2 કરોડ રૂપિયાનું 'બોનસ'

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
ચીનની કંપનીમાં અનોખી સ્પર્ધા, વજન ઘટાડવા બદલ કર્મચારીને 1.2 કરોડ રૂપિયાનું 'બોનસ' 1 - image


- ચીનમાં કંપનીની અનોખી સ્પર્ધા, વજન ઘટાડો બોનસ મેળવો

- ગયા વર્ષે ચેલેન્જમાં 99 સ્પર્ધકોએ ભાગ લઈને કુલ 950 કિ.ગ્રા. વજન ઘટાડી 10 લાખનો રોકડ પુરસ્કાર મેળવ્યો

- ચીનમાં લોકોમાં વધતી જતી સ્થૂળતા રાષ્ટ્રીય ચિંતાનો વિષય બની છે ત્યારે કંપનીની પહેલ લોકોમાં ચર્ચાનું કારણ બની

China News : ચીનમાં કંપનીએ અનોખી સ્પર્ધાનું આયોજન કર્યુ છે. આ સ્પર્ધા છે વજન ઘટાડો અને બોનસ મેળવો. તેણે આ સ્પર્ધામાં ભાગ લઈ સફળતાપૂર્વક વજન ઘટાડનારાઓને 1.2 કરોડ રુપિયાનું બોનસ આપ્યું છે. આ ઘટના સોશિયલ મીડિયામાં ખાસ્સી ચર્ચામાં છે. તેમા એક કર્મચારીએ તો 90 દિવસમાં 20 કિલાગ્રામથી વધુ વજન ઘટાડીને 20 હજાર યુઆનનું બોનસ મેળવ્યું હતું. 

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ 12 ઓગસ્ટે શેન્ઝેન સ્થિત કંપનીએ પોતાની વાર્ષિક મિલિયન યુઆન વેટ લોસ ચેલેન્જના કારણે બધાનું ધ્યાન ખેંચ્યું. દર વર્ષે યોજાતી આ સ્પર્ધાનો હેતુ કર્મચારીઓને નિયમિત ધોરણે વ્યાયામ કરવા પ્રેરિત કરવાનો અને સંતુલિત આહારના માધ્યમથી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો છે.

આ ચેલેન્જ માટે જે કર્મચારીની ઇચ્છા હોય તે ભાગ લઈ શકે છે. તેમા 0.5 કિલોગ્રામ વજન ઘટાડનારા સ્પર્ધકને 500 યુઆન એટલે કે 70 અમેરિકન ડોલર રોકડ ઇનામ મળે છે. રસપ્રદ વાત એ છે કે આ પડકારમાં દંડ પણ સામેલ છે. તેમા ભાગ લેનારા સ્પર્ધકનું વજન વધે છે તો તેણે દરેક અડધો કિલો વજન વધવા પર 800 યુઆનનો દંડ ભરવો પડશે. જો કે અત્યાર સુધી કોઈ સ્પર્ધકે દંડ ચૂકવવાનો આવ્યો નથી.

આ વર્ષે જેન-ઝેડ કર્મચારી ઝી યાકીએ ત્રણ મહિનાની અંદર 20 કિલોગ્રામ વજન ઘટાડયું અને 20 હજાર યુઆન એટલે કે 2800 અમેરિકન ડોલરનું ઇનામ જીત્યું અને વેઇટ લોસ ચેમ્પિયનનું ટાઇટલ જીત્યું. ઝીએ જણાવ્યું હતું કે આ પડકાર દરમિયાન તે એકદમ શિસ્તબદ્ધ રહી હતી. તેણે પોતાના આહારનું કાળજીપૂર્વક મેનેજમેન્ટ કર્યુ અને રોજ 1.5 કલાક કસરત કરી. તેનું કહેવું હતું કે આ મારા જીવનનો શ્રેષ્ઠ સમય છે. તેણે ગુ્રપ ચેટમાં પણ વજન કેવી રીતે ઘટાડાય તે વાત શેર કરી. 

કંપનીએ 2022થી આ પડકારની સાત સીઝન યોજી છે. તેમા કુલ ઇનામ તરીકે 20 લાખ યુઆન વિતરીત કરવામાં આવી ચૂક્યા છે. ગયા વર્ષે તેમા 99 કર્મચારીએ ભાગ લીધો હતો. તેમા સામૂહિક રીતે 950 કિલોગ્રામ વજન ઘટાડયું અને રોકડ ઇનામ તરીકે 10 લાખ યુઆન વહેંચાયા. કંપનીના કર્મચારીએ જણાવ્યું હતું કે આ ચેલેન્જ પાછળ અમારો હેતુ એક સ્વસ્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહિત કરવાનો છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં લોકોમાં વધતી જતી સ્થૂળતા ચિંતાનો વિષય બની છે તેવામાં કંપનીની આ પહેલ ઘણી મહત્ત્વની બની છે.

Tags :