Get The App

અમેરિકા ભારતને કોઈ મદદ નહીં કરે, માત્ર ચીન સામે ઉપયોગ કરી રહ્યુ છેઃ ચીની મીડિયાનો બળાપો

Updated: Jul 10th, 2020

GS TEAM

Google News
Google News
અમેરિકા ભારતને કોઈ મદદ નહીં કરે, માત્ર ચીન સામે ઉપયોગ કરી રહ્યુ છેઃ ચીની મીડિયાનો બળાપો 1 - image

બેજિંગ, તા.10 જુલાઈ 2020, શુક્રવાર

ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીનુ અખબાર ગ્લોબલ ટાઈમ્સ લગાતાર ભારત વિરોધી લેખો પ્રકાશીત કરી રહ્યુ છે.

હવે ગ્લોબલ ટાઈમ્સે ભારતે 59 ચાઈનીઝ એપ પર મુકેલા પ્રતિબંધની ટીકા કરતો અહેવાલ પ્રકાશીત કર્યો છે.જેમાં કહેવામાં આવ્યુ છે કે, ભારતે અમેરિકાથી દુર રહેવુ જોઈએ.અમેરિકા ભારતના લોકોમાં ચીન પ્રત્યે નફરત ભરવાનુ કામ કરી રહ્યુ છે પણ ખરેખર અમેરિકા ભારતની કોઈ મદદ કરવા માંગતુ નથી.ચીનને રોકવા માટે અમેરિકા ભારતનો ઉપયોગ જ કરી રહ્યુ છે.

અખબારના કહેવા પ્રમાણે ચીનની જે એપ પર પ્રતિબંધ મુકાયો છે તેનાથી ભારતમાં લોકોને નોકરીઓ મળી રહી હતી.જે ભારતના આર્થિક હિત માટે પણ જરુર છે.જો ભારત ચીન સાથે સબંધ ખરાબ કરશે તો અમેરિકા તેની ભરપાઈ નહી કરી શકે.

અખબારે અમેરિકા પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, અમેરિકા દુનિયામાં શાંતિ જોઈ શકતુ નથી.તે વિવાદો સર્જવા માંગ છે.


Tags :