ચીનની ગુપ્ત સમુદ્રીય ચાલબાજી : ભારે ટેન્શનમાં તાઈવાન : કશું કૈં ખતરનાક બનવાની ઘેરી ભીતિ

- ટ્રમ્પ શી સાથે મૈત્રી કરે છે ત્યારે તેના રક્ષિત દેશમા તણાવ
- તાઈવાનના NSB ડાયરેક્ટર જનરલ ત્સાઇ મિંગ-યેને સંસદને જણાવ્યું કે ચીનનાં 8 વેપારી જહાજ કીનમેન કાઉન્ટી ફરતા પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસ્યા છે
નવી દિલ્હી : ચીનના સર્વેસર્વા શી જિનપિંગ પોતાને માઓત્સે તુંગથી પણ મહાન દેખાડવા મથી રહ્યા છે. માઓ તેમની ૧ ઓક્ટોબર ૧૯૪૯ની ક્રાંતિની સફળતા પછી તાઈવાન કબ્જે કરી શક્યા ન હતા. કારણ અમેરિકાનું નૌકાદળ સખ્ત હતું. હવે શી જીનપિંગ તાઈવાન કબ્જે કરી પોતાને માઓથી પણ મહાન દર્શાવવા માગે છે. તાઈવાનનાં નેશનલ સિક્યોરિટી બ્યુરોના ડાયરેક્ટર જનરલ ત્સાઇ-મિંગ-યેને તાઈવાનની સંસદને જણાવ્યું હતું કે ચીનનાં આઠ વ્યાપારી જહાજ કીનમેન કાઉન્ટી આસપાસના પ્રતિબંધિત સમુદ્રી ક્ષેત્રમાં પ્રવેશ કરવા ગુપ્ત રણનીતિ અપનાવી રહ્યું છે. સંભવ તે છે કે કોઈ ખતરનાક યોજના ઘડી રહ્યું છે.
તાઈપે ટાઈમ્સ જણાવે છે કે સંસદીય વિદેશી બાબતોનાં ગુ્રપ તથા રાષ્ટ્રીય સલમતી સમિતિ સમક્ષ ત્સાઇ-જિંગ-યેને આ માહિતી આપતાં ફોટોગ્રાફો પણ દર્શાવ્યા હતા.
મુખ્ય વાત તે છે કે ચીનનાં તે કહેવાતાં વ્યાપારી જહાજો ઉપર પણ પાણીની જોરદાર વર્ષા કરે તેવાં સંયંત્રો છે. તેમજ ઘાતક શસ્ત્રો પણ હોવા સંભવ છે.
તાઈવાનને સૌથી મોટી ભીતિ તે છે કે ટ્રમ્પ સાથેની શાંતિ મંત્રણા પછી ચીન એમ્ફીબિયન જહાજો દ્વારા તાઈવાન પર હુમલો પણ કરે છે. નિરીક્ષકો કહે છે : શી જિનપિંગ એક તરફ ટ્રમ્પ સાથે મૈત્રી કરે છે તો બીજી તરફ અમેરીકાનાં રક્ષિત રાષ્ટ્ર ઉપર હુમલો કરવાની તૈયારી કરે છે. તેથી અમેરિકાનાં રક્ષિત રાષ્ટ્ર તાઈવાનમાં તંગદિલી પ્રસરી રહી છે.

