વિશ્વના સૌથી મોટા ડેમ કરતા ત્રણ ગણો ડેમ બાંધવાનો ચીનનો અભરખો, ભારત માટે ચિંતાનો વિષય
ચીનમાં વિશ્વનો સૌથી વિશાળ બંધ થ્રી ગૉર્જેસ આવેલો છે.
બ્રહ્મપુત્ર નદી પર ચીને બંધનું ખાતમુર્હત કર્યુ હોવાના અહેવાલો
નવી દિલ્હી,૪ ઓગસ્ટ,૨૦૨૫,સોમવાર
ભારતના પૂર્વોત્તર રાજય અરુણાલપ્રદેશ સાથેની સરહદ પાસે યારલુંગ સાંગ્પો નદી પર એક વિશાળ બંધ તૈયાર કરવામાં આવ્યો છે. આ બંધનું ખાતમુર્હત ચીને ગત જુલાઇ ૨૦૨૫માં કર્યુ હોવાનું જાણવા મળે છે. આ બંધનું નિર્માણકાર્ય ચીની વડાપ્રધાન લી કેચિંયાગની હાજરીમાં આયોજીત એક સમારોહની સાથે જ શરુ થયું હતું.
યારલુંગ સાગ્પો નદી ચીનથી અરુણાચલપ્રદેશમાં પ્રવેશ કરે ત્યારે તેને સિયાંગ કહેવામાં આવે છે, અસમમાં સિયાંગને બ્રહ્નપુત્ર નદી તરીકે ઓળખવામાં આવે છે. નદી પર બંધ બાંધવાના લીેધે ઇકો સિસ્ટમને ખતરો છે એટલું જ નહી ભારતના પૂર્વોત્તરથી બાંગ્લાદેશ તરફ જતા પાણીને પણ ચીન નિયંત્રિત કરી શકે છે. ૧૭૦ અબજ ડોલરની અંદાજીત રકમની જળવિધુત પરિયોજનાનું લક્ષ્ય વર્ષે ૩૦૦ અબજ કિલોવૉટ વીજળી પેદા કરવાનું છે.
આ પરિયોજના ચીનમાં આવેલા વિશ્વના સૌથી વિશાળ બંધ થ્રી ગૉર્જેસ ડેમ કરતા ત્રણ ગણી વધારે છે. કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે આ બંધ ભારત અને ચીન વચ્ચે તણાવ પેદા થઇ શકે છે. જયારે હાલમાં જ બંને દેશો વચ્ચે સરહદ સંબંધી તણાવ ઘટવાના સંકેત મળી રહયા છે. ભારત અને ચીન વચ્ચે ૩૪૮૮ કિમી લાંબી સરહદ છે. વર્ષો પછી બંને દેશો સંબંધોને સામાન્ય બનાવવા માટે નવેસરથી પ્રયાસ કરી રહયા છે.
જાન્યુઆરી ૨૦૨૫માં પાંચ વર્ષ પછી ચીન અને ભારત સીધી હવાઇ સેવા માટે સંમત થયા હતા. ત્રણ મહિના પછી બંને દેશ ભારત અને ચીનના વિશેષ પ્રતિનિધિઓએ તીર્થયાત્રાઓ અને સરહદ દ્વારા વેપાર કરીને આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે ચીનની નવી બાંધ પરિયોજના ફરી બંને દેશો સંબધો માટે પર્યાવરણીય અને રાજકીય સમસ્યાઓ પેદા કરી શકે છે.
ભારત અને ચીન વચ્ચે ડેટા આદાન પ્રદાન માટે એક વ્યવસ્થા છે જેને લેવલ મિકેનિઝમ (ઇએલએમ) કહેવામાં આવે છે. ભારત આટલી મોટા બંધની પરિયોજના માટે ઇએલએમ સિસ્ટમને પુરતી માનતું નથી. ઇએલએમ મોટે ભાગે ચોમાસાના હવામાન વિશે જાણકારી આપે છે. ખાસ કરીને નદીઓમાં પૂરની સ્થિતિ વખતે જ સિસ્ટમ સક્રિય થાય છે.
કાનુની રીતે ચીન પોતાની ભૂ રાજનીતિક મહત્વકાંક્ષાના લીધે પ્રવાહિત નદીઓના પ્રવાહને વહેવા દેવાની જવાબદારીની ઉપેક્ષા કરે છે. ચીને મેકાંગ નદી પર પણ આવું જ વલણ અપનાવ્યું છે. અનેક બાંધ બાંધીને નદીના ઉપરના ભાગમાં નિયંત્રણ સ્થાપિત કર્યુ છે. ૧૯૮૦ના દસકાના મધ્યમાં ચીનની મેકાંગ નદી પર ૧૧ મોટા બંધ બાંધવામાં આવ્યા છે.
એશિયાની મોટા ભાગની મોટી નદીઓનું ઉદ્ગમ સ્થળ પોતાના નિયંત્રણમાં હોવા છતાં ચીને અત્યાર સુધી કોઇ પણ પાડોશી દેશ સાથે નદી જળ સમજુતી કરી નથી. અરુણાચલપ્રદેશ સરકાર પણ ચીનની વિશ્વની સૌથી મોટી વિશાળ બાંધ પરિયોજનાનો વિરોધ કરી રહી છે.