વાતચીતની આડમાં ચીનની નવી ચાલ : લેહથી 382 કિમી દૂર ફાઇટર જેટ અને મિસાઇલ ગોઠવ્યા
નવી દિલ્હી, તા. 16 જુલાઇ 2020, શુક્રવાર
લદ્દાખમાં છેલ્લા ઘણા સમયથી ચીની સેનાની ઘુસણખોરીને કારણે બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ તણાવને દૂર કરવા બંને દેશોના અધિકારીઓ વચ્ચે વાતચીત પમ ચાલી રહી છે. તેવામાં વાતચીતની આડમાં ચીનનું વધુ એક ષડયંત્ર સામે આવ્યું છે. હાલમાં જ લેવામાં આવેલી સેટેલાઇટ ઇમેજમાં ખુલાસો થયો છે કે ચીને લેહથી 382 કિમી દૂર હોટાન એરબેઝ પર ફાઇટર જેટ વિમાન અને મિસાઇલના નવા કાફલાની ગોઠવણ કરી છે. ઓપન સોર્સ ઇંટેલિજન્સ એનાલિસ્ટિક detresfaની સેટેલાઇટ તસવીરો પ્રમાણે ચીને શિનજિયાંગ વિસ્તારમાં આવેલા હોટાન એરબેઝને ભારત વિરુદ્ધની રણનીતિના ભાગરુપે મજબૂત કર્યુ છે.
ચીને અરબેઝ પર ફાઇટર જેટની સાથે અર્લી વોર્નિંગ અવાક્સ એરક્રાફ્ટ અને એર ડિફેન્સ યુનિટને પણ તૈયાર કર્યુ છે. આ એરબેઝ પર જે એરક્રાફ્ટ મુકવામાં આવ્યા છે, તેમાં શેનયાંગ જે 8 ઇન્ટરસેપ્ટર એરક્રાફ્ટ અને શેનયાંગના ફાલ્કર વિમાન પણ સામેલ છે. ઉપરાંત જે અવાક્સ જે તે શનાક્સી વાઇ 8 અને કેજે 500 છે. શેનયાંગ જે 8 મૂળભુત રીતે રશિયા પાસેથી ચોરેલી ડિઝાઇન પર આધારિત છે. આ સિંગલ સીટર પ્લેન ઝડપી ગતિ સાથે અતાયાધિક ઉંચાઇ પર ઉડવા માટે સક્ષમ છે. જો કે આ વિમાનની તાકાતને લઇને કોઇ જાણકારી ઉપલબ્ધ નથી.
ભારત સાથે તણાવ દૂર કરવાની ચીનની વાતચીત વચ્ચે સામે આવેલી આ નવી માહિતિ સ્ફોટક કહી શકાય. કદાચ આ ચીનની કોઇ નવી ચાલ હોય શકે, એકબાજુ શાંતિની વાત કરે છે અને બીજી તરફ યુદ્ધ માટેની તૈયારી કરે છે. જો કે એક સ્ટડીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારત પાસે ચીન કરતા વધારે તાકાત ધરાવતા ફાઇટર જેટ છે.