તાઇપેઇ,૩૦ માર્ચ,૨૦૨૬,સોમવાર
ચીન વન ચાઇના પોલીસી અંર્તગત તાઇવાનને પોતાનો હિસ્સો ગણે છે ત્યારે ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાઇવાનની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કુઓમિનતાંહના અધ્યક્ષને ચીન આવવાનું નિમંત્રણ આપ્યું છે. રિપોર્ટંમાં જણાવ્યા અનુસાર તાઇવાનના વિપક્ષી નેતા ચેંગ લી-વુન ૭ થી ૧૨ એપ્રિલ સુધી ચીનનો પ્રવાસ કરશે.
તાઇવાનની પાર્ટી કુઓમિનતાંગે નિમંત્રણ સ્વીકારી લીધું હોવાની પુષ્ટી કરી છે. તાઇવાની મીડિયાના જણાવ્યા અનુસાર ૨૦૧૬ પછી કુઓમિનતાંગ પક્ષના અધ્યક્ષ તરીકે પ્રથમ વાર ચીનની મુલાકાલ લેશે. નિષ્ણાતોનું માનવું છે કે ચીનનું આ નિમંત્રણ તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ તે કે પ્રશાસનને નિયંત્રણ રાખવા માટે છે. ચીનની લાઇ કી ડેમોક્રેટિક પ્રોગ્રેસિલ પાર્ટીને સ્વતંત્રતાનું સમર્થક માનવામાં આવે છે. કુઓમિન્તાંગને બેઇજિંગ માટે કુણું વલણ ધરાવનારા પક્ષની રહી છે.


