LAC ખાતે ભારત સાથેના સરહદ વિવાદ વચ્ચે પાકિસ્તાનને 4 એટેક ડ્રોન આપવા જઈ રહ્યું છે ચીન
2008થી 2018 દરમિયાન ચીને કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, અલજીરિયા, સાઉદી અને યુએઈ સહિત એક ડઝનથી વધારે વિષમ દેશોમાં 163 યુએવી ડિલીવર કર્યા
નવી દિલ્હી, તા. 6 જુલાઈ 2020, સોમવાર
ચીનના કહેવા પ્રમાણે તે ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર અને ગ્વાદર બંદર પર પીપલ્સ લિબરેશન આર્મી નેવીના નવા બેઝની રક્ષા કરવા માટે પાકિસ્તાનને ચાર સશસ્ત્ર ડ્રોન સપ્લાય કરવાની તૈયારીમાં છે. ગ્વાદર, બલુચિસ્તાનના મોટા ભાગના દક્ષિણ-પશ્ચિમી પ્રાંતમાં, ચીનના બેલ્ટ અને રોડ ઈનિશિએટિવ પ્રોજેક્ટ્સમાં ચીનના 60 બિલિયન ડોલરના રોકાણને શીર્ષ માનવામાં આવે છે.
બે પ્રણાલીઓ (પ્રત્યેકમાં બે ડ્રોન અને એક ગ્રાઉન્ડ સ્ટેશન) પૂરા પાડવા તે બેઈજિંગની તે યોજનાનો હિસ્સો છે જે સંયુક્તરૂપે વિંગ લોંગ-2ના સૈન્ય સંસ્કરણ 48 GJ-2નું ઉત્પાદન કરે છે. તેને પાકિસ્તાનની વાયુ સેના દ્વારા ઉપયોગ માટે ચીનમાં ડિઝાઈન કરવામાં આવ્યું છે. ચીન પહેલેથી જ એશિયા અને પશ્ચિમ એશિયાના અનેક દેશોમાં ટોહી અને સ્ટ્રાઈક ડ્રોન વિંગ લૂંગ-2 વેચી રહ્યું છે અને સશસ્ત્ર ડ્રોનનું સૌથી મોટું નિકાસકાર બની ગયું છે.
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (SIPRI)ના હથિયાર હસ્તાંતરણ ડેટાબેઝ પ્રમાણે ચીને 2008થી 2018 દરમિયાન કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, અલજીરિયા, સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમીરાત સહિત એક ડઝનથી વધારે વિષમ દેશોમાં 163 યુએવી ડિલીવર કર્યા હતા.
પોતાના હાઈ એન્ડ હથિયારોના એન્ડ યુઝને નિર્ધારિત કરવા અને નિયમિત કરવા એક વિસ્તૃત પ્રક્રિયાનું અનુસરણ કરનારા અમેરિકાથી વિપરિત ચીનને તેનાથી કોઈ મતલબ જ નથી.
12 એર ટુ સરફેસ મિસાઈલથી સજ્જ ચીનનું હુમલો કરવા સક્ષમ ડ્રોન વર્તમાનમાં સીમિત સફળતા સાથે ત્રિપોલીમાં તુર્કી સમર્થિત સરકાર વિરૂદ્ધ લીબિયામાં યુએઈ સમર્થિત બળો દ્વારા ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.
ભારત અને ચીનની સેનાઓ વચ્ચે આશરે બે મહીનાથી લદ્દાખમાં એલએસી ખાતે અથડામણ વ્યાપેલી છે. ગત છ જૂનના રોજ બંને દેશની સેનાએ પીછેહઠ માટે સહમતી સાધી હતી પરંતુ ચીન તેનો અમલ નથી કરી રહ્યું. તેને પગલે ગત 15 જૂનના રોજ બંને સેનાઓ વચ્ચે લોહીયાળ અથડામણ થઈ હતી અને ત્યાર બાદ બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે વાત થઈ અને 22 જૂનના રોજ સૈન્ય કમાન્ડર્સ વચ્ચે મેરેથોન બેઠક યોજાઈ.
15 જૂનની ઘટના બાદ ભારતે 3,488 કિમી લાંબા વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પોતાના વિશેષ યુદ્ધ દળો તૈનાત કર્યા છે જે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના પશ્ચિમી, મધ્ય કે પૂર્વીય સેક્ટરમાં કોઈ પણ પ્રકારના હુમલા સામે ઝઝુમી શકે છે. સાથે જ ભારતીય સેનાને એલએસી પર પીએલએ દ્વારા કોઈ પણ હુમલાનો આક્રમકતાથી જવાબ આપવા નિર્દેશ આપવામાં આવ્યો છે.