Get The App

જેક માની પાછળ હાથ ધોઈને પડી ચીનની સરકાર, અલીબાબા ગ્રૂપને આટલા અબજ ડોલરનો દંડ ફટકાર્યો

Updated: Apr 10th, 2021

GS TEAM


Google News
Google News
જેક માની પાછળ હાથ ધોઈને પડી ચીનની સરકાર, અલીબાબા ગ્રૂપને આટલા અબજ ડોલરનો દંડ ફટકાર્યો 1 - image

બીજિંગ, તા.10 એપ્રિલ 2021, શનિવાર

ચીનની સરકારની ટીકા કરનારા અલીબાબાના સ્થાપક અને ચીનના ધનાઢ્ય જેક મા પર આફત આવી ગઈ છે.

ચીની સરકાર હવે જેક મા પાછળ હાથ ધોઈને પડી છે. પહેલા તો સરકારે અલીબાબા કંપનીનો આઈપીઓ લાવવા પર રોક લગાવી દીધી હતી અને હવે અલીબાબા ગ્રુપને 2.78 અબજ ડોલરનો જંગી દંડ ફટકાર્યો છે. જાણકારી પ્રમાણે ચીનની સરકારનુ કહેવુ છે કે, અલીબાબા ગ્રૂપે મોનોપોલી વિરોધી નિયમોનો ભંગ કર્યો છે.

અલીબાબા ગ્રૂપને જે દંડ કરવામાં આવ્યા છે તે કંપનીની 2019ની આવકના ચાર ટકા જેટલો થવા જાય છે. ગયા વર્ષે જેક માએ ચીનની સરકારની નાણાકીય નીતિઓ અને સરકારી બેન્કોની ટીકા કર્યા બાદ તેઓ સરકારના નિશાન પર આવી ગયા છે. ગયા ઓક્ટોબર મહિનાથી જેક મા રહસ્યમય રીતે 6 મહિના સુધી ગાયબ પણ રહ્યા હતા. જેના પગલે દુનિયાભરમાં ચકચાર મચી હતી.

જોકે એ પછી પણ ચીનની સત્તારુઢ કોમ્યુનિસ્ટ પાર્ટી હજી જેક માને હેરાન પરેશાન કરી રહી હોય તેમ લાગે છે. જેના પગલે હવે અલીબાબા ગ્રૂપને જંગી દંડ ફટકાર્યો છે.

Tags :