હવે ચીનમાં ડુક્કરોને થઇ વિચિત્ર બિમારી, આ રોગ પણ વાયરસજન્ય ચેપગ્રસ્ત
બિજીંગ, 13 જુલાઇ 2020 સોમવાર
કોરોના રોગચાળા દરમિયાન ચીનમાં હવે છુવ્વરોમાં પણ અલગ પ્રકારની બિમારી જોવા મળી રહી છે, સોમવારે ઝાઝિયાંગનાં ગુઆંગડોંગ પ્રાતમાં Foot-Mouth Diseaseનાં કારણે ડુક્કરોમાં મોત થઇ રહ્યા છે, જ્યારે 131 ડુક્કરોમાંથી 9નાં મોત સંક્રમણનાં કારણે થયા છે.
ચીનનાં મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ અફેર્સએ આ અંગે માહિતી આપી હતી, અત્રે ઉલ્લેખનિય છે કે ફુટ-માઉથ અત્યંત ચેપજન્ય વાયરસ જન્ય રોગ છે,
આ રોગથી મોટાભાગે પશુંઓનાં મોત થતા નથી પરંતું દુધ આપનારા દુધાળું પશુઓ ઓછું દુધ આપે છે અથવા તો દુધ આપવાનું જ બંધ કરી દે છે. આ રોગ ગાય, ભેંસ, ઘેટા-બકરા અને ડુક્કરો જેવા પશુંઓમાં થાય છે.
આ રોગથી પશુંઓને તાવ આવે છે, બીમાર પશુંઓ મોં, જીભ ઉપર નાનાનાંના દાણા ઉપસી આવે છે, ધીરે ધીરે તે મોં છાલા પાડી દે છે, અને તે છાલાથી તેમાં જખમ થતા પશું ખાવાનું બંધ કરી દે છે, પશું સુસ્ત પડી જાય છે, અને તે પગનાં ભાગે ઢસડાતું ચાલે છે બાદમાં ત્યાં જીવડા પડતા પશુંઓનું મોત થાય છે.