Get The App

સ્ટાઈલના ચક્કરમાં જીવ જોખમના નાંખતા કારના હેન્ડલ પર પ્રતિબંધની તૈયારી! ચીનમાં મોટો નિર્ણય, ભારતમાં ક્યારે?

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
સ્ટાઈલના ચક્કરમાં જીવ જોખમના નાંખતા કારના હેન્ડલ પર પ્રતિબંધની તૈયારી! ચીનમાં મોટો નિર્ણય, ભારતમાં ક્યારે? 1 - image


Flush Door Handles Ban: ચીન સરકારે દેશમાં વેચાતા વાહનો પર ‘Tesla-style’ એટલે કે ફ્લશ કે રિટ્રેક્ટેબલ ડોર હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ પર વિચાર શરૂ કરી દીધો છે. ચીન સરકારે સુરક્ષા કારણસર તેના પર પ્રતિબંધ મૂકી શકે છે. જો ચીન સરકાર આ નિર્ણય લેશે તો દુનિયાભરના ઓટો માર્કેટ પર અસર થઈ શકે છે. વાહન સુરક્ષાના નિષ્ણાતોની દલીલ છે કે, શક્ય એટલી સરળ અને સરળતાથી ઓપરેટ કરી શકાય તેવી સિસ્ટમથી ઇમરજન્સી વખતે મૂંઝવણ ઘટે છે, જેનાથી યુનિવર્સલ એક્સેસિબિલિટીમાં વધારો થાય છે. 

શું છે ‘Tesla-Style. ડોર હેન્ડલ્સ?

‘Tesla-style’ ડોર હેન્ડલ સામાન્ય રીતે ફ્લશ માઉન્ટ કે પોપ-આઉટ હેન્ડલ તરીકે ઓળખાય છે, જે કારના દરવાજા પર સપાટ દેખાતા હોય છે. જ્યાં સુધી તેને ઇલેક્ટ્રોનિક અથવા મિકેનિકલી એક્ટિવેટ કરવામાં ન આવે, ત્યાં સુધી તે હેન્ડલ બહાર પણ આવતા નથી. ટેસ્લા દ્વારા મોડલ S અને મોડલ X જેવા મોડલ્સ પર લોકપ્રિય બનેલા આ હેન્ડલ એરોડાયનેમિક્સ અને એસ્થેટિક્સ વેલ્યુ વધારવા માટે ડિઝાઇન કરાયા છે. 

કોઈ પણ કારમાં પરંપરાગત રીતે બહાર દેખાતા હેન્ડલથી વિપરીત, આ ડિઝાઇન સેન્સર્સ અને મોટર્સ પર આધાર રાખે છે, જે જરૂર પડે ત્યારે હેન્ડલને બહાર કાઢે છે, જેનાથી કારને સ્લીક લુક મળે છે. જો કે, સુરક્ષા પર ભાર મૂકનારા અધિકારીઓનું કહેવું છે કે, લોકોની વધુને વધુ સુરક્ષા અને ઓછામાં ઓછું જોખમ સુનિશ્ચિત કરવા માટે કાર ડોર હાર્ડવેર ઓછામાં ઓછા જોખમના ધારાધોરણને પૂર્ણ કરે તે જરૂરી છે.

સુરક્ષાના કારણસર આ પગલું લેવાયું છે, જેમ કે...  

Emergency Access: અમુક સ્થિતિઓમાં, જેમ કે અકસ્માત કે પાવર ફેલ્યોર વખતે ફ્લશ હેન્ડલ ઝડપથી ઓપરેટ કરવામાં મુશ્કેલી સર્જી શકે છે.  

Elderly and Disabled Users: જટિલ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ કેટલાક લોકો માટે ખાસ કરીને વૃદ્ધો કે નબળા લોકો માટે અઘરી થઈ શકે છે.

Standardisation: રેગ્યુલેટર્સ એવા સતત હાર્ડવેર માટે દબાણ કરી રહ્યા છે, જે પાવર વિના મેન્યુઅલ ઓપરેશન સહિત તમામ સ્થિતિઓમાં વિશ્વસનીય રહે. 

ચીનના ઓટોમેકર્સે સરળ હેન્ડલ મિકેનિઝમ અપનાવવું પડશે 

જો આ પ્રસ્તાવ પર અમલ થશે તો આ પ્રતિબંધ ઓટોમોટિવ ડિઝાઇન વ્યૂહરચનાઓને પ્રભાવિત કરી શકે છે. હાલ ટેસ્લા જ નહીં પરંતુ અન્ય ઘણાં ઉત્પાદકોએ પણ એસ્થેટિક્સ અને એરોડાયનેમિક કાર્યક્ષમતા માટે એડવાન્સ હેન્ડલ સિસ્ટમ્સ અપનાવી લીધી છે. જો કે, આ પ્રસ્તાવના અમલ પછી અનેક ઓટોમેકર્સે પરંપરાગત કે સરળ હેન્ડલ મિકેનિઝમ્સ તરફ પાછા ફરવું પડી શકે છે, પછી ભલે ફ્લશ હેન્ડલ દુનિયાના બીજા દેશોમાં લોકપ્રિય હોય. 

ઓટોમોટિવ ઇનોવેશનમાં પણ સુરક્ષા મહત્ત્વની છે  

ફ્લશ-સ્ટાઇલ, ટેસ્લા-ટાઇપ ડોર હેન્ડલ્સને પ્રતિબંધિત કરવાનું ચીનનું પગલું સાબિત કરે છે કે, ઓટોમોટિવ ઇનોવેશનમાં પણ સુરક્ષા જ સૌથી મહત્ત્વની બાબત હોવી જોઈએ. સ્લિક ડિઝાઇન એરોડાયનેમિક ફાયદા ધરાવે છે, ત્યારે રેગ્યુલેટર્સ માટે સુરક્ષા, સુલભતા અને વિશ્વસનીયતા મુખ્ય રહે છે. ઓટોમેકર્સે ચીનના માર્કેટ માટે હેન્ડલ ડિઝાઇન્સ પર ફરીથી વિચાર કરવો પડશે.