World

અમેરિકા-ઈરાન હોર્મુઝને લઈને બાઝતા રહ્યા અને ચીને દરિયામાં કર્યો ખેલ, મોટા વિવાદના 'સંકેત'

By GS TEAM
16 Apr 20262 mins read
TukuTouch Logo
સ્કારબોરો શોલએ માત્ર દરિયાઈ વિસ્તાર નથી, પણ માછલી પકડવા માટેનો સમૃદ્ધ ઝોન છે. સેટેલાઇટ તસવીરોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, ચીને અહીં 350 મીટર લાંબો ફ્લોટિંગ બેરિયર લગાવીને એન્ટ્રી પોઇન્ટ લગભગ બંધ કરી દીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા-ઈરાન હોર્મુઝને લઈને બાઝતા રહ્યા અને ચીને દરિયામાં કર્યો ખેલ, મોટા વિવાદના 'સંકેત'

South China Sea Dispute: જ્યારે આખું વિશ્વ મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ પર નજર રાખીને બેઠું છે, ત્યારે ચીને એશિયાના બીજા ખૂણે પોતાની રણનીતિક ચાલ રમી નાખી છે. સાઉથ ચાઇના સીમાં ચીને સ્કારબોરો શોલ પર કડક નિયંત્રણો લાદીને ફિલિપાઇન્સ અને અમેરિકાને ખુલ્લો પડકાર ફેંક્યો છે.

સ્કારબોરો શોલ વિવાદનું નવું કેન્દ્ર

સ્કારબોરો શોલએ માત્ર દરિયાઈ વિસ્તાર નથી, પણ માછલી પકડવા માટેનો સમૃદ્ધ ઝોન છે. સેટેલાઇટ તસવીરોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, ચીને અહીં 350 મીટર લાંબો ફ્લોટિંગ બેરિયર લગાવીને એન્ટ્રી પોઇન્ટ લગભગ બંધ કરી દીધો છે.

ચીનની નવી રણનીતિ

ચીન પોતાની કોસ્ટ ગાર્ડ અને માછીમારીની બોટ દ્વારા આ વિસ્તારમાં દબાણ વધારી રહ્યું છે. જેને મેરીટાઇમ મિલિશિયા કહેવામાં આવે છે. આ ઉપરાંત તેણે બેરિયર પોલિટિક્સ પણ શરૂ કર્યું છે. ફિલિપાઇન્સના માછીમારોને તેમના જ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) માં પ્રવેશતા અટકાવવા માટે મોટા બેરિયર્સ ગોઠવી દેવાયા છે. 

ફિલિપાઇન્સ અને અમેરિકાનું આક્રામક વલણ

ચીનની આક્રમકતા સામે ફિલિપાઇન્સ પણ પાછું હટવા તૈયાર નથી. ફિલિપાઇન્સે પણ જવાબમાં પોતાના કોસ્ટ ગાર્ડ અને નૌકાદળના જહાજો રવાના કર્યા છે. રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે અમેરિકા સાથેના સૈન્ય સંબંધો મજબૂત કર્યા છે અને હાલમાં જ બંને દેશોએ આ વિસ્તારમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ પણ કર્યો છે.

આ પણ વાંચો: સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં 'લૂ'નું એલર્ટ; અહીં થશે વરસાદ

ઈરાન-અમેરિકા તણાવનો ચીને લીધો ફાયદો?

નિષ્ણાતો માની રહ્યા છે કે, ચીને આ સમયની પસંદગી ખૂબ જ વિચારીને કરી છે. અમેરિકાનું અત્યારે પૂરું ધ્યાન હોર્મુઝ સ્ટ્રેટ અને ઈરાન પર કેન્દ્રિત છે. આ તકનો લાભ લઈને ચીન સાઉથ ચાઇના સીમાં પોતાની સ્થિતિ કાયમી ધોરણે મજબૂત કરવા માંગે છે.

ઐતિહાસિક તણાવ

2012 થી કબજો ચીન જ ભોગવી રહ્યું છે. ચીન ૨૦૧૨ થી સ્કારબોરો શોલ પર નિયંત્રણ ધરાવે છે. આ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટનો ચુકાદો પણ આવી ચુક્યો છે. 2016 માં ઇન્ટરનેશનલ કોર્ટે ફિલિપાઇન્સના પક્ષમાં ચુકાદો આપ્યો હતો, પરંતુ ચીને તેને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો.

શું મોટું સંકટ આવી રહ્યું છે?

એક તરફ હોર્મુઝ સ્ટ્રેટમાં તેલના પુરવઠા પર જોખમ છે, તો બીજી તરફ સાઉથ ચાઇના સીમાં દરિયાઈ સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનો માર્ગ ખતરામાં છે. જો આ તણાવ વધશે તો એશિયામાં એક મોટા સૈન્ય સંઘર્ષની સ્થિતિ પેદા થઈ શકે છે.