બ્રિટનના ઈતિહાસની સૌથી ખતરનાક ઘટના, ચીનના યુવાને 60થી વધુ છોકરીઓ પર દુષ્કર્મ આચર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Freepik |
Chinese Man Sexually Assaulted More Than 60 Women in Britain: બ્રિટનના ઈતિહાસમાં એક ખતરનાક ઘટના સામે આવી છે. જેમાં PhDના વિદ્યાર્થીએ 60થી વધુ મહિલાઓ સાથે દુષ્કર્મ કરવા અને દુષ્કર્મનો વીડિયો બનાવવાના ગુનામાં ઓછામાં ઓછા 24 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ દુષ્કર્મ કાંડે માનવતાને શર્મસાર કરી નાંખી છે. ચીનના નાગરિક ઝેનહાઓ ઝોઉ વર્ષોથી મહિલાઓ સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો. મળતી માહિતી મુજબ, ઝોઉએ 60થી વધુ મહિલાઓને નશીલો પદાર્થ આપીને તેમનું દુષ્કર્મ કર્યું અને આ દરમિયાન વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું.
PhDનો વિદ્યાર્થી હતો
ઝોઉની ઉંમર ફક્ત 28 વર્ષ છે. તે યુનિવર્સિટી કૉલેજ લંડનમાં પીએડી કરી રહ્યો હતો. તે મહિલાઓને ભણવા અથવા ડ્રિંકના બહાને પોતાના ફ્લેટમાં બોલાવતો હતો. ત્યારબાદ તેને નશીલો પદાર્થ આપીને તેની સાથે દુષ્કર્મ આચરતો અને ગુપ્ત કેમેરામાં તેનું રેકોર્ડિંગ કરતો હતો. માર્ચ મહિનામાં તેણે લંડનમાં ત્રણ અને ચીનમાં સાત મહિલાઓના દુષ્કર્મના મામલે ગુનેગાર ઠેરવવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે, 2019થી 2024 વચ્ચે તેણે 60થી વધુ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું હતું.
આ પણ વાંચોઃ ઈલોન મસ્કને ફરી ઝટકો, સ્પેસ એક્સના સ્ટાર શિપમાં પરીક્ષણ વખતે રોકેટમાં પ્રચંડ વિસ્ફોટ
ઝોઉના ડિવાઇઝમાંથી દુષ્કર્મના 58 વીડિયો મળ્યા
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ઝોઉના ડિવાઇસમાંથી 58 દુષ્કર્મના વીડિયો મળી આવ્યા છે. આ વીડિયોમાં એક મહિલા કહે છે કે, 'હું સાચે આવું નથી ઈચ્છતી. હું તને વિનંતી કરૂ છું. આવું ન કરો.' જેનો ઝોઉએ જવાબ આપ્યો હતો કે, 'મને ન રોકીશ, તેનો કોઈ ફાયદો નહીં થાય. અહીંની સાઉન્ડપ્રૂફિંગ બહું જ સારી છે.'
ફરિયાદ દાખલ થતા ચીન ભાગી ગયો
18 નવેમ્બર 2023ના દિવસે મેટ્રોપૉલિટન પોલીસે પહેલીવાર ઝોઉ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. શરૂઆતી તપાસ બંધ થયા બાદ તે ચીન ભાગી ગયો હતો. જાન્યુઆરી 2024માં જ્યારે તે પરત ફર્યો તો તેની ધરપકડ કરવામાં આવી. તેના ફ્લેટમાંથી મોંઘો ડિઝાઇનર સામાન અને એક ડબ્બો મળી આવ્યો હતો. આ ડબ્બામાં કથિત રીતે પીડીત મહિલાઓની સ્મૃતિઓ રાખવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ઈરાન-ઈઝરાયલ યુદ્ધ અંગે ડોનાલ્ડ ટ્રમ્પ કન્ફ્યૂઝ! હુમલાનો આદેશ બે અઠવાડિયા માટે ટાળ્યો
28 ગુનામાં ગુનેગાર સાબિત
ઝોઉ કુલ 28 ગુનામાં ગુનેગાર સાબિત થઈ ચુક્યો છે. જેમાં 11 દુષ્કર્મ, ગેરકાયદે કેદ, વોયેયુરિઝમ, અશ્લિલ તેમજ હિંસક પોર્નોગ્રાફી રાખવા અને યૌન ગુનાઓમાં ઉપયોગ થતી દવાઓની ગેરકાયદે હાજરી સામેલ છે.
24 વર્ષની સજા
મેટ પોલીસના કમાન્ડર કેવિન સાઉથવર્થે કહ્યું કે, 'અમારા અધિકારીઓ અને ફરિયાદીઓની મહેનતને કારણે, આ ખતરનાક અને કાયર ગુનેગાર હવે ઓછામાં ઓછા આગામી 24 વર્ષ સુધી જેલમાં રહેશે. અમને આશા છે કે આનાથી પીડિત મહિલાઓને ન્યાયની અનુભૂતિ થશે.'
કોર્ટમાં હાજરી દરમિયાન ઝોઉ સૂટ અને ચશ્મામાં શાંત જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન તેણે ચોંકાવનારી વાતનો સ્વીકાર કર્યો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તેને કેવું પોર્ન પસંદ છે, તો તેણે કહ્યું કે, 'મને એવું પસંદ છે, જેમાં છોકરી શાંત અને સ્થિર જોવા મળે.' જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું તેને બેભાન મહિલાઓ પસંદ હતી તો તેનો જવાબ હતો, 'હા, આ મારી પસંદ છે, પરંતુ મને આવું મળી ન શક્યું.'









