Get The App

બેંગકોકમાં 33 માળની બિલ્ડિંગ ધરાશાયી થવા પાછળ ચાઈનીઝ કનેક્શન, થાઈલેન્ડ સરકારે શરૂ કરી તપાસ

Updated: Mar 31st, 2025

GS TEAM

Google News
Google News
બેંગકોકમાં 33 માળની બિલ્ડિંગ ધરાશાયી થવા પાછળ ચાઈનીઝ કનેક્શન, થાઈલેન્ડ સરકારે શરૂ કરી તપાસ 1 - image

Bangkok Earthquake : 28 માર્ચે આવેલા ભયાનક ભૂકંપમાં મ્યાનમાંર અત્યાર સુધીમાં 2056 લોકોના મોત અને 3900 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે થાઈલેન્ડમાં 7.7ની તિવ્રતાના ભૂકંપમાં 17ના મોત અને 32 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને 83 લોકો હજુ લાપતા છે. આ દરમિયાન સૌથી ચોંકાવનારો વીડિયો બેંગકોકનો વાયરલ થયો હતો, જેમાં 33 માળની બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી. હવે બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં ચીનની કંપનીનું કનેક્શન સામે આવ્યું છે. 

બિલ્ડિંગનું નિર્માણ કરતા ચીનની કંપની સામે તપાસ

વાસ્તવમાં ભૂકંપની કારણે બેંગકોકમાં 33 માળની નિર્માણાધીન ઈમારત થોડી જ સેકન્ડોમાં જમીનદોસ્ત થઈ ગઈ હતી. હવે આ મામલે થાઈલેન્ડ સરકારે ચીન સમર્થિક બિલ્ડિંગ નિર્માણ કંપનીને વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. આમ તો બેંગકોકમાં અનેક ઊંચી બિલ્ડિંગો આવેલી છે, જોકે ભૂકંપમાં અન્ય કોઈપણ બિલ્ડિંગને આવું નુકસાન થયું નથી. બિલ્ડિંગ ધરાશાયી થતા બાંધકામમાં ખામી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ ત્રણ વર્ષથી ચાલી રહ્યો હતો અને તેને થાઈલેન્ડના સ્ટેટ ઓડિટ ઓફિસની મંજૂરી આપી હતી. બિલ્ડિંગ બનાવવાનો ખર્ચ 45 મિલિયન પાઉન્ડથી વધુ હતી.

આ પણ વાંચો : મ્યાનમાર-થાઈલેન્ડ બાદ પાકિસ્તાનમાં આવ્યો ભૂકંપ, કરાંચી સુધી અનુભવાયા આંચકા

બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ જાણવા સમિતિ બનાવાઈ

નાયબ વડાપ્રધાન અનુતિન ચર્નવિરાકુલે જ્યાં બિલ્ડિંગ ધરાશાયી થઈ, તે ઘટનાસ્થળની મુલાકાત કરી છે. તેમણે કહ્યું કે, સરકાર આપત્તિને વધુ સારી રીતે સમજવા માટે તાત્કાલીક તપાસ શરૂ કરશે. ચર્નવીરકુલને કહ્યું કે, ‘હું એક તપાસ સમિતિની નિમણૂક કરી રહ્યો છું. સમિતિ બિલ્ડિંગ ધરાશાયી થવાના કારણોની તપાસ કરશે અને સાત દિવસમાં અમને રિપોર્ટ સોંપશે’

બિલ્ડિંગમાંથી દસ્તાવેજોની ચોરી

ધરાશાયી થયેલ બિલ્ડિંગમાંથી 32 દસ્તાવેજોની ચોરી કરવાના આરોપમાં ચાઈનીઝ નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. બેંગકોકના ગવર્નરે ઘટનાસ્થળે આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો છે અને માત્ર અધિકૃત કર્મચારીઓને જ ત્યાં જવાની મંજૂરી અપાઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ એસએઓ બિલ્ડિંગનું બાંધકામ ઈટૈલિયન-થાઈ ડેવલપમેન્ટ પીએલસી અને ચાઈની રેલવે નંબર 10 એન્જિનિયરિંગ ગ્રૂપની સહાયક કંપની ચાઈના રેલવે નંબર 10 (થાઈલેન્ડ) લિમિટેડ વચ્ચે જોઈન્ટ વેન્ચર દ્વારા થઈ રહ્યું હતું. ચીની ફર્મ પાસે આમાં 49 ટકા હિસ્સો છે.

આ પણ વાંચો : પાક.ના પૂર્વ PM ઈમરાન ખાનને મળશે શાંતિ નોબલ પુરસ્કાર? PWA-CPNએ નોમિનેટ કર્યા