World

ચીન ઝડપભેર સોનું ખરીદી રહ્યું છે તે શેની તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે ?

By GS Team
17 Oct 20262 mins read
TukuTouch Logo
ફ્રેન્કફર્ટ: ચીન ભવિષ્યમાં અમેરિકા સાથે સંભવિત ટક્કરની તૈયારીમાં સોનું ખરીદી રહ્યું છે. કોમર્ઝ બેન્કના સુ.શ્રી થૂ-બૈન-ગુયેન મુજબ, રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમી દેશોએ રશિયન સેન્ટ્રલ બેન્કની 300 અબજ ડોલરની સંપત્તિ જપ્ત કરતા ચીન ચેતી ગયું છે. પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ સપ્ટેમ્બરમાં 23 ટન સોનું ખરીદી, કુલ ભંડાર 2,410 ટન કર્યો છે. આને જોખમ વ્યવસ્થાપનનો શ્રેષ્ઠ માર્ગ મનાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીન ઝડપભેર સોનું ખરીદી રહ્યું છે તે શેની તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે ?
  • પોતાને સામ્યવાદી કહેવડાવતો દેશ સોનું સંગ્રહે છે
  • કોમોડિટી-શેયર્સનાં પ્રમુખને આશંકા છે કે : ભવિષ્યમાં વૉશિંગ્ટન સાથે ટક્કર થાય તો તેની વિદેશી સંપત્તિઓ પર યુ.એસ. પ્રતિબંધ મૂકે તો સોનું કામ આવે

ફ્રન્કફર્ટ : ચીન હંમેશાં લાંબા ગાળાનું પ્લાનિંગ કરી રહ્યું છે. ધીમે ધીમે એવાં પગલાં ભરે છે કે તેથી તેને કોઈ આધાર રાખવો ન પડે : હવે તે સોનું ખરીદવા લાગ્યું છે. ૨૦૨૨માં યુક્રેન ઉપર રશિયાએ હુમલો કર્યો તે પછી પશ્ચિમના દેશોએ રશિયન-સેન્ટ્રલ બેન્કની આશરે ૩૦૦ અબજ ડૉલર જેટલી વિદેશોમાં આવેલી સંપત્તિઓ જપ્ત કરી હતી. તેથી સ્પષ્ટ થઈ ગયું કે વિદેશોમાં રાખેલી સંપત્તિ કેટલી જલદી હાથ બહાર જઈ શકે છે. ચીને તે ઉપરથી બોધ પાઠ લઈ કદાચ સોનાની ધૂમ ખરીદી શરૂ કરી છે. કારણ કે તેનો સરળતાથી નાશ થતો નથી. તે ગમે ત્યારે ગમે ત્યાં કામ ચાલે છે. તે રીસ્ક મેનેજમેન્ટ (જોખમ-વ્યવસ્થા)નો શ્રેષ્ઠ માર્ગ છે, તેથી પોતાને સામ્યવાદી કહેવડાવતાં ચીને સોનાની ધૂમ ખરીદી શરૂ કરી હશે તેવું તારણ આપતાં ફ્રેન્કફર્ટ (જર્મની) સ્થિત કોમર્જ બેન્ક (કોમર્સ બેન્ક)નાં કોમોડિટી રીસર્ચનાં પ્રમુખ સુ.શ્રી થૂ-બૈન-ગુયેન જણાવે છે કે યુક્રેન યુદ્ધ પછી પશ્ચિમી દેશોએ રશિયન સેન્ટ્રલ બેન્કની આશરે ૩૦૦ અબજ ડૉલર જેટલી સંપત્તિ જપ્ત કરી હોવાથી ચીન ચેતી ગયું છે. તે કાર્ય કરે છે તેને હું રિસ્ક મેનેજમેન્ટ સમાન માનું છું.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના મતે પીપલ્સ બેન્ક ઓફ ચાઈના એ સપ્ટેમ્બરમાં સતત ૨૩ મા મહિને પણ સોનાની ખરીદી ચાલુ રાખી છે. જે એક મહિનામાં કરેલી ખરીદીમાં સૌથી વધુ છે. તેણે ૨૩ ટન સોનું ખરીદ્યું હતું. તેથી તેનો સોનાનો ભંડાર આશરે ૨,૪૧૦ ટન થયો છે. ઓક્ટો. ૨૩ પછી તે સૌથી મોટી ખરીદી હતી.
આ ઉપરથી વિશ્લેષકો અનુમાન બાંધે છે કે ચીન અમેરિકા સાથેની ટક્કર માટે પૂર્વ તૈયારીઓ કરી રહ્યું છે. જો ટક્કર થાય તો બીજી મિલ્કતો ઉપર અમેરિકા સહિત પશ્ચિમના દેશો તેની મિલ્કતો જપ્ત કરે જ પરંતુ સોનું તો તેના ભંડારોમાં જ રહે તેથી બીજી તકલીફ ન થાય.
વાત સીધી છે ચીનને ખાતરી થઈ ગઈ છે કે અમેરિકા સાથે ટક્કર થશે જ માટે પૂર્વ તૈયારીઓ કરી રહ્યું છે.