ઇસ્લામધર્મી ઊઈઘૂર્સની ચીને વિધિસરની સાફ સૂફી આદરી છે : તેની સંસ્કૃતિનો નાશ કરે છે

- પાવર ઓફ ધી પાવરલેસ પુસ્તકથી ચીનને ખુલ્લું પાડયું
- ઉઈઘૂર્સ ઉપરાંત તિબેટમાં ચીન રાષ્ટ્રીય આંદોલન કચડી રહ્યું છે, તિબેટી નેતા ડૉ. લોબસાંગ સાંગ્યેએ ચીનના અત્યાચારો ખુલ્લા પાડયા
વૉશિંગ્ટન : વર્લ્ડ ઉઈઘૂર કોંગ્રેસ (ડબલ્યુ.યુ.સી.) તેની સાપ્તાહિક પત્રકાર પરિષદમાં ઊઈઘૂર્સ ઉપર ચીનના જુલ્મો વર્ણવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે ચીન અમારી સંસ્કૃતિ અને પરંપરાઓનો વિધિસર વિનાશ કરી રહ્યું છે. અમારે આંતરરાષ્ટ્રીય સહકારની જરૂર છે.
વલ્ડ ઊઈઘૂર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને યુઝેડ ડી.એમના અધ્યક્ષ ડોલ્કુન ઇસામે જર્મનીનાં ક્રેફેલ્ડમાં યોજાયેલાં ટર્કીશ મુસ્લીમ યુથ લીડરશિપ પ્રોગ્રામમાં સંબોધન કરતાં ઊઈઘૂર્સની ઉપર થઇ રહેલાં ચીનનાં દમનની વિગતો આપી હતી. તેઓની સાથે વર્લ્ડ ઊઈઘૂર કોંગ્રેસનાં ઇન્ફર્મેશન સેન્ટરના ડીરેકટર અબ્દુલ જેલીલ ઉપસ્થિત હતા. તેમજ યુઝેડડીએમના ખજાનચી ઇસા પણ ુપસ્થિત હતા. તેમાં ચીન દ્વારા ઊઈઘૂર્સની થઇ રહેલી નૃશંસહત્યા તથા પૂર્વતાર્તારી (ઝીં ગ્યાં ગ) માંથી ચીન દ્વારા કરાતું મોટા પાયે ખનીજમાં ઉત્પન્ન અને તેમાં કાનૂન પ્રમાણે મળતા હિસ્સામાંથી ઊઈઘૂર્સને બાકાત રાખવાની ચીનની કાર્યવાહી તથા ઝિંગચાંગમાં આઝાદી આંદોલન ચલાવનારા પૈકીની કરાયેલી નૃશંસ હત્યા તેમજ હજ્જારો નહીં લાખ્ખો ઊઈઘૂર્સને બંદીવાન કરવાની ચીનની નિર્દયતા વિષે ચર્ચા કરવામાં આવી હતી, અને દુનિયાભરના ઊઈઘૂર્સને એક થવા એલાન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ૨૦૦૦માં પ્રાહામાં યોજાયેલાં ડબલ્યુ-યુ.સી.નાં વૈશ્વિક અધિવેશનમાં ઝેક પ્રમુખ પીટર આવેલ અને તિબેટના નેતા ડૉ. લોબસાંગ સાંગ્યે પણ ઉપસ્થિત હતા. તે સમયે લેખિકા રૂશન અબ્બાસનાં મનનીય પુસ્તક પાવર ઓફ ધ પાવરલેસનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ લેખિકાએ યુ.એસ. કમીશન ઑન ઇન્ટરનેશનલ રીલીજીયસ ફ્રીડમ સમક્ષ ચીન દ્વારા માનવાધિકારોમાં થઇ રહેલાં ઉલ્લંઘન વિષે રજૂઆત કરી હતી.
ચીનનું જાસૂસીતંત્ર એટલું વ્યાપક છે કે બેલ્જિયમમાં એક પોલીસ અધિકારી ચીન વતી જાસૂસી કરતો પકડાયો હતો.








