For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતના યુધ્ધાભ્યાસથી અકળાયુ ચીન, ફરી આપી આવી ધમકી

Updated: Jul 8th, 2020

બેજિંગ, તા.8 જુલાઈ 2020, બુધવાર

ચીન અને ભારત વચ્ચે મંત્રણા બાદ લદ્દાખ મોરચે બંને દેશની સેના પાછળ હટી રહી છે પણ ભારતે તકેદારીના ભાગરુપે પોતાના સૈનિકો અને હથિયારોની તૈનાતી કરી રાખી છે.

ભારતે લદ્દાખ મોરચે ટી-90 અને અપાચે હેલિકોપ્ટર તૈનાત કર્યા છે.જેનાથી ચીન ભડક્યુ છે.ચીનના સરકારી અખબારે ગ્લોબલ ટાઈમ્સે આરોપ લગાવ્યો છે કે, ભારત સતત સેનાનો જમાવડો કરીને યુધ્ધાભ્યાસ કરી રહ્યુ છે.જો ભારતે કોઈ પણ જાતની ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી તો અમે પણ પૂરી રીતે તૈયાર છે.

ભારતને જવાબ આપવા માટે ચીનની આર્મીએ તિબેટમાં ઉંચાઈવાળા વિસ્તારોમાં રોકેટ લોન્ચર, એન્ટી એરક્રાફ્ટ ગન, હળવી ટેન્કો અને એટેક હેલિકોપ્ટર તૈનાત કરી દીધા છે.જે ભારતના હથિયારોને તબાહ કરી શકે છે.

અખબારે કહ્યુ છે કે, તનાવ ઘટાડવા માટે ભલે બંને દેશો સંમત થયા હોય પણ ચીનની સેના ભારતની કોઈ પણ જાતની કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયાર છે.


Gujarat