Get The App

અમેરિકાના યુધ્ધાભ્યાસથી ફફડેલા ચીને સાઉથ ચાઈના સી માં લડાકુ વિમાનો તૈનાત કર્યા

Updated: Jul 18th, 2020

GS TEAM

Google News
Google News
અમેરિકાના યુધ્ધાભ્યાસથી ફફડેલા ચીને સાઉથ ચાઈના સી માં લડાકુ વિમાનો તૈનાત કર્યા 1 - image


બીજિંગ, તા. 18. જુલાઈ 2020 શનિવાર

સાઉથ ચાઈના સીમાં ચીન અને અમેરિકા વચ્ચે તનાવ વધી રહ્યો છે.અમેરિકા અહીંયા પોતાના બે જંગી એરક્રાફ્ટ કેરિયર સહિતના યુધ્ધ જહાજો સાથે યુધ્ધાભ્યાસ કરી રહ્યુ છે.

જેના પગલે ફફડી ઉઠેલા ચીને સાઉથ ચાઈના સીમાં બનાવેલા કૃત્રિમ ટાપુઓ પર લડાકુ વિમાનો તૈનાત કરવા માંડ્યા હોવાનુ સેટેલાઈટ તસવીરોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે.

અમેરિકાના યુધ્ધાભ્યાસથી ફફડેલા ચીને સાઉથ ચાઈના સી માં લડાકુ વિમાનો તૈનાત કર્યા 2 - image

ચીને સાઉથ ચાઈના સીમાં એક ટાપુ પર ચાર જે-11બી પ્રકારના અને બાકીના બોમ્બર વિમાનો તૈનાત કર્યા છે.આ લડાકુ વિમાનો અમેરિકાના યુધ્ધ જહાજોને જરુર પડે તો નિશાન બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય તેમ છે.જે જગ્યાએ આ વિમાનો તૈનાત કરાયા છે તે વૂડી ટાપુ પર પહેલી વખત આટલા મોટા પાયે ચીને લશ્કરી ગતિવિધિઓ શરુ કરી છે.

અમેરિકાના યુધ્ધાભ્યાસથી ફફડેલા ચીને સાઉથ ચાઈના સી માં લડાકુ વિમાનો તૈનાત કર્યા 3 - image

જોકે અમેરિકાને આ બધાથી ઝાઝો ફરક પડયો હોય તેમ લાગ્યુ નથી.અમેરિકાએ યુધ્ધાભ્યાસનો બીજો તબક્કો પણ શરુ કરી દીધો છે.આ અગાઉ પહેલા તબક્કામાં 4 થી 10 જુલાઈ દરમિયાન અમેરિકાના યુધ્ધ જહાજોએ સાઉથ ચાઈના સીમાં યુધ્ધાભ્યાસ કર્યો હતો.

અમેરિકાના યુધ્ધાભ્યાસથી ફફડેલા ચીને સાઉથ ચાઈના સી માં લડાકુ વિમાનો તૈનાત કર્યા 4 - image

જાણકારોનુ માનવુ છે કે, અમેરિકાના ડરને આગળ ધરીને હવે ચીને સાઉથ ચાઈના સીનુ ઝડપથી સૈન્યીકરણ કરવામ માંડ્યુ છે.આ ટાપુ પર ચીનને ફાઈટર વિમાનો તૈનાત કરવાનુ બહાનુ મળી ગયુ છે.ચીનના આ પગલાથી મલેશિયા, વિયેતનામ, ઈન્ડોનેશિયા જેવા પાડોશી દેશો દહેશતમાં આવી ગયા છે.

અમેરિકાના યુધ્ધાભ્યાસથી ફફડેલા ચીને સાઉથ ચાઈના સી માં લડાકુ વિમાનો તૈનાત કર્યા 5 - image

સાઉથ ચાઈના સીના પેટાળમાં ખનીજો અને તેલના ભંડારો હોવાનુ મનાય છે.જેના કારણે આ વિસ્તાર પર ચીન પોતાનો દાવો ઠોકી રહ્યુ છે.જોકે તેની સામે ચીનના પાડોશી દેશો વિરોધ નોંધાવી રહ્યા છે અને તેમને અમેરિકાનો સાથ મળી રહ્યો છે.

અમેરિકાના યુધ્ધાભ્યાસથી ફફડેલા ચીને સાઉથ ચાઈના સી માં લડાકુ વિમાનો તૈનાત કર્યા 6 - image


Tags :