World

ચાઇના ઇસ્ટર્ન દિલ્હીથી શાંઘાઈની ફ્લાઇટનો રવિવારથી પ્રારંભ કરશે

By GS TEAM
8 Nov 20251 min read
ચાઇના ઇસ્ટર્ન દિલ્હીથી શાંઘાઈની ફ્લાઇટનો રવિવારથી પ્રારંભ કરશે

બૈજિંગ: ચીનની એરલાઇન ચાઇના ઇસ્ટર્ને દિલ્હી-શાંઘાઈ ફ્લાઇટનો રવિવારથી પ્રારંભ કરશે. ઇન્ડિગાએ કોલકાતાથી ગુઆંગઝો કાતેની ફ્લાઇટનો પ્રારંભ કર્યા પછી આ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે પાંચ વર્ષ પછી બંને દેશો વચ્ચેની ફ્લાઇટનો પ્રારંભ થયો છે. ચાઇના ઇસ્ટર્નની ફ્લાઇટ રાતે આઠ વાગે દિલ્હીથી ઉપડશે અને સોમવારે વહેલી સવારે શાંઘાઈ પહોંચશે. તે શાંઘાઈ બપોરે સાડા બાર વાગે ઉપડશેઅને સાંજે છ વાગે દિલ્હી પહોંચશે. આ ફ્લાઇટ એક દિવસ છોડીને ચાલશે. ભારતના શાંઘાઈ ખાતેના કોન્સ્યુલ જનરલ પ્રતીક માથુરે જણાવ્યું હતું કે તેઓ દિલ્હીથી ચીનની ઇસ્ટર્ન ફ્લાઇટમાં જતા પેસેન્જરોને આવકારવાનું આયોજન ધરાવે છે. આ વિમાની સેવાનો પ્રારંભ થવો તે કનેક્ટિવિટીના નવા યુગનો પ્રારંભ છે અને તેના લીધે બંને દેશ વચ્ચે પીપલ-ટુ-પીપલનું જોડાણ વધુ મજબૂત બનાવી શકાશે.  ઇન્ડિગો દિલ્હીથી ગુઆંગઝોની દૈનિક ફ્લાઇટ ૧૦મી નવેમ્બરથી ઉપાડશે.