વિકટરી-ડે પેરેડમાં ચીને પહેલી જ વાર DF-61 JL-3 મિસાઇલ્સ પ્રદર્શિત કર્યાં તેની પ્રહાર શક્તિ પ્રચંડ છે

બૈજિંગ : તાઇના અને સ્કવેરમાં યોજાયેલી વિક્ટરી-ડે-પેરેડમાં ચીને વિશ્વ સમક્ષ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. તેમાં તેણે પોતાની નવી ઈન્ટર-કોન્ટીનન્ટલ-મિસાઇલ ડી.એફ.-૬૧ પહેલી જ વાર જાહેરમાં દર્શાવી હતી. આ DF-61, DF-41 પછી સૌથી ઉન્નત ICBM માનવામાં આવે છે. જેની પ્રહાર મર્યાદા અને ક્ષમતા હજી સુધી ગુપ્ત રખાઈ છે, પરંતુ એક્સપર્ટસનું માનવું છે કે, તેની પ્રહાર ક્ષમતા ૧૨,૫૦૦ માઇલ જેટલી હોય શકે તેની પ્રહાર મર્યાદામાં અમેરિકાનાં પૂર્વ ભાગે રહેલા ન્યૂયોર્ક, બાલ્ટિમોર, વોશિંગ્ટન અને માયમી પણ આવરી લેવાઈ છે. આ મિસાઇલ એક સાથે અનેક લક્ષ્યોને ખતમ કરી નાખે તેવા છે. તે પરમાણુ બોમ્બ પણ લઈ જઈ શકે તેમ છે. વન્-૩ તે વધુ ભયાવહ તેટલા માટે છે કે, તે સબમરીનમાંથી પણ છોડી શકાય છે. તે સબમરીન ટાઇપ-૦૯૪ અને ભવિષ્યની ૦૯૬ ટાઇપ ન્યુક્લિયર સબમરીન્સમાંથી છોડી શકાય તેમ છે. આ મિસાઇલ પણ પરમાણુ બોમ્બ વહી શકે તેવી છે. તેની રેન્જ ૧૦,૦૦૦ કી.મી.ની છે.









