Get The App

ચીને વિશાળ સૈન્ય પરેડ દ્વારા શકિત પ્રદર્શન કર્યુ, અમેરિકા સહિતના પશ્ચિમી દેશોને આપી દીધો મેસેજ

જિનપિંગે એક ખુલ્લી કારમાં બેસીને સૈન્ય પરેડની શરુઆત કરાવી

આ કાર્યક્રમમાં ૧૦ હજાર કરતા વધુ સૈનિકોએ ભાગ લીધો હતો.

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
ચીને વિશાળ સૈન્ય પરેડ  દ્વારા શકિત પ્રદર્શન કર્યુ,  અમેરિકા સહિતના પશ્ચિમી  દેશોને આપી દીધો મેસેજ 1 - image


બેઇજિંગ,૩ સપ્ટેમ્બર,૨૦૨૫,બુધવાર 

ચીને બીજા વિશ્વયુધ્ધમાં જાપાન સામે પોતાની જીતના ૮૦ વર્ષ પૂર્ણ થતાં એક વિશાળ અને ભવ્ય સૈન્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્તર કોરિયા અને રશિયા સહિતના ૨૦ દેશોના ટોચના મહાનુભાવોની હાજરીમાં પોતાની આર્થિક અને સામરિક તાકાતનો પરિચય આપ્યો હતો. રશિયાના વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉને તિયાનમેન ચોક પર પરેડનું અવલોકન કર્યુ હતું.

આ પરેડને અમેરિકા સહિતના પશ્ચિમી દેશો વિરુધની એકજુટતા તરીકે ગણવામાં આવી રહી છે. એશિયન દેશો ખાસ કરીને જાપાન અને ભારત માટે પણ એક મેસેજ છુપાએલો હતો. પરેડમાં ચીને આધુનિક સૈન્ય ઉપકરણોનું પ્રદર્શન કર્યુ જેમાં ડ્રોન અને પરમાણુ હથિયારો લઇ જવા માટે સક્ષમ બેલેસ્ટિક મિસાઇલોનો પણ સમાવેશ થતો હતો.ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે એક ખુલ્લી કારમાં બેસીને સૈન્ય ટુકડીઓનું નિરીક્ષણ કરીને પરડેની શરુઆત કરાવી હતી.

ચીને વિશાળ સૈન્ય પરેડ  દ્વારા શકિત પ્રદર્શન કર્યુ,  અમેરિકા સહિતના પશ્ચિમી  દેશોને આપી દીધો મેસેજ 2 - image

આ કાર્યક્રમમાં ૧૦ હજાર કરતા વધુ સૈનિકોએ ભાગ લીધો હતો. ૩ સપ્ટેમ્બર બુધવારના રોજ આયોજીત ચીનની સૈન્ય પરેડનો જાપાન અને પશ્ચિમ દેશોએ પહેલાથી જ વિરોધ કર્યો હતો. પશ્ચિમી દેશો આમંત્રણ છતાં હાજર રહયા ન હતા. વિશ્વયુધ્ધમાં પોતાની જીત ગણાવીને ચીને જાપાનને ખરાબ ચિતરે છે એવો જાપાને પહેલાથી જ વિરોધ નોંધાવ્યો હતો. દુનિયાના ઘણા દેશોને ચીનની સૈન્ય પરેડમાં ભાગ નહી લેવાનું આહ્વાન કર્યુ હતું. 

Tags :