દ. ચીન સમુદ્ર ચીન પોતાના બાપનો ગણે છે, તે વચ્ચે ભારત-ફિલિપાઇન્સ નેવલ ડ્રીલ યોજાઈ

- ચીનની ઐસી-કી-તૈસી : ભારતને ભીતિ નથી
- પ્રમુખ માર્કોસ (જુ.) ભારતની મુલાકાતે છે, ત્યારે પ્રશાંત મહાસાગરમાં ભારત-ફિલિપાઇન્સ નેવલ-ડ્રીલ યોજાતા ચીન અંદરથી ધૂંધવાય છે
નવી દિલ્હી : ભારત અને ફિલીપાઇન્સ વચ્ચેની બે દિવસની નેવલ-એકસરસાઈઝ આજે સંપન્ન થઈ. દક્ષિણ- ચીન સમુદ્રમાં યોજાયેલી આ કવાયતથી ચીન ધૂંધવાઈ ઊઠયું છે. તે દક્ષિણ-ચીન સમુદ્રને પોતાના બાપનો ગણે છે. તેથી આ નેવલ-એકસરસાઈઝથી ચીન ધૂંધવાઈ ઊઠયું છે. તેને ફિલીપાઇન્સ ઉપર આક્ષેપ મુકતાં કહ્યું : ફિલીપાઇન્સને બાહ્ય (ભારત) પરિબળોનો આધાર લઈ વિવાદાસ્પદ તેવા જળ વિસ્તારમાં જે કાર્યવાહી કરી તેને માટે તે પોતે જ સંપૂર્ણ રીતે જવાબદાર રહેશે.
તે સર્વવિદિત છે કે, ચીન અને ફિલીપાઇન્સ વચ્ચે જળ વિસ્તાર અંગે ભારે વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં ફિલીપાઇન્સે ભારત સાથે યુદ્દ-નૌકા અભ્યાસ કરતાં ચીન ધૂંધવાયું છે. તે દક્ષિણ ચીન સમુદ્રને પોતાના બાપનો ગણે છે અને માને છે કે તેની મંજૂરી લીધા સિવાય, ત્યાં યોજાયેલી આ કવાયતથી ભડકયું છે. પરંતુ કરી પણ શું શકે ? તે ભારતીય યુદ્ધ-નૌકાઓ ઉપર આક્રમણ તો કરી જ ન શકે.
ભારત તરફથી આ નૌકા કવાયતમાં આઈએનએસ ન્યુ દિલ્હી આઈ એન એસ શકિત અને આઈએનએસ કિલ્તાપે ભાગ લીધો હતો. ભારતીય અધિકારીઓએ પણ તેને પુષ્ટિ આપી હતી.
દરમિયાન ફિલીપાઇન્સના પ્રમુખ ફર્ડિનાન્ડ રોમ્યુઆલ્ડેઝ માર્કોસ (જુ.) ભારતની ૪ દિવસની મુલાકાતે ગઇકાલે સાંજે જ આવી પહોંચ્યા હતા. તેઓએ આજે હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંત્રણા કરી હતી. તે પૂર્વે તેઓ ગઈકાલે સાંજે નવી દિલ્હી આવી પહોંચ્યા ત્યારે વિદેશ મંત્રી એસ. જયશંકરને પણ મળ્યા હતા. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળવાના છે.
ઉલ્લેખનીય છે કે, ફિલીપાઇન્સ ભારતના શસ્ત્રાસ્ત્રોનું સૌથી મોટુ ખરીદનાર છે. તેણે ભારત પાસેથી સર્ફેસ-ટુ-સી તેમજ સર્ફેસ-ટુ-એર અને સર્ફેસ-ટુ-સર્ફેસ તેવા હાઈપર સોનિક 'બ્રહ્મોસ' મિસાઇલ સહિત અનેકવિધ સંરક્ષણ સાધનો ખરીદવાનું છે.








