તાઇવાન પર ચીને યુદ્ધ વિમાનની ૪ સોર્ટી કરી નૌકાદળથી ઘેરી લીધું અમે તાઇવાનનાં રક્ષણ માટે તૈયાર છીએ : યુ.કે. મેદાનમાં આવ્યું
- ત્રીજું વિશ્વ યુદ્ધ તાઇવાનથી શરૂ થવાની ભીતિ
- તાઈવાનને અમેરિકા તો પીઠબળ આપે જ છે તેમાં બ્રિટને પણ સાથ આપ્યો : કહ્યું ઓસ્ટ્રેલિયાને પણ અમે સાથે રાખવાના છીએ
નવી દિલ્હી : બ્રિટનના વિદેશ મંત્રી જહોન હાર્લેમે કહ્યું કે, તાઇવાન તંગદિલી જો સંઘર્ષમાં પરિણમશે તો અમે ઓસ્ટ્રેલિયાની સાથે રહીને તાઇવાનને રક્ષવા તૈયાર છીએ.
યુકે સ્થિત મિડીયા ગુ્રપને ટાંકતાં રશિયા-ટુડેએ આ પ્રમાણે જણાવ્યું હતું.
તાઇવાનને ચીન સાથે સંઘર્ષ થાય તો તમે કેવું વલણ લેશો તેના જવાબમાં હાર્લેમે કહ્યું પૂર્વે જેમાં અમે ઓસ્ટ્રેલિયાને સાથે રાખી લડયા હતા તેમજ આ વખતે પણ તેને સાથે રાખી લડીશું. (આ તબક્કે તેઓએ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન સામે ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને સાથે રાખી આપેલા યુદ્ધનો આડકતરો ઉલ્લેખ કર્યો હતો.)
આ પછી જહોન હાર્વેએ વાત જરા વાળી લેતાં કહ્યું હતું કે, 'હું સામાન્યત: ઉપસ્થિત થનારી પરિસ્થિતિ વિષે કહેતો હતો.' વાસ્તવમાં તાઇવાન વિવાદનો શાંતિમય ઉકેલ રાજદ્વારી ગતિવિધિ દ્વારા આવે તેમજ ઈચ્છું છું.
જોકે વિશ્વ સ્તરે તેવું મનાઈ રહ્યું કે, હાર્વેનાં શાંતિમય ઉકેલ વગેરે વિધાનો માત્ર કહેવા પૂરતાં જ હશે. વાસ્તવમાં ચીનની ચાલથી ઈન્ડોપેસિફિક વિસ્તારમાં જાગેલી અશાંતિ પ્રત્યે તેઓ સંપૂર્ણ સજાગ છે.
દરમિયાન તાઇવાને જણાવ્યું હતું કે સોમવારે સવારના સમયે જ ચીનનાં ફાઈટર્સે તાઈવાન ઉપર ચાર સોર્ટીઝ કરી હતી. તેમજ તેનાં ૧૦ યુદ્ધ જહાજોએ તાઇવાન ફરતો ઘેરો નાખી દીધો છે. તેના યુદ્ધ વિમાનોએ તાઇવાનના દક્ષિણ-પશ્ચિમ એર ડીફેન્સ આઈડેન્ટીફીકેશન ઝોનની મધ્યમાન રેખા ઓળંગી હતી.
વિશ્લેષકો કહે છે કે એક તરફ ચીન ભલે ના કહે પરંતુ ત્યાં ડીફલેશન (મંદી) શરૂ થઈ ગયું છે. યુવાનોમાં બેકારી વધતી જાય છે. આથી અસંતોષ વધતો જાય છે. તેવે સમયે જનતાનું ધ્યાન બીજે દોરવા ચીન તાઈવાન મુદ્દો ચગાવે જ જાય છે. શી જિનપિંગે તો ત્યાં સુધી કહી દીધું હતું કે, 'જરૂર પડે તાઇવાનને અમારી સાથે જોડવા બળપ્રયોગ પણ કરીએ.' આમ 'શી' એક તરફ જનતાનું લક્ષ્ય બીજે દોરે છે તો બીજી તરફ જ પ્રથમ એરલેન માઓત્સે-તુંગ ન કહી શક્યા હતા. તે તાઇવાને 'જીની' શી પોતાને માઓથી પણ મહાન દર્શાવવા માગે છે તો બીજી તરફ તાઇવાન ચીનના હાથમાં જાય તો પૂર્વ પેસિફિક ચીન માટે ખુલ્લો બની જાય જે અમેરિકા, જાપાન કે ઓસ્ટ્રેલિયાને પોષાય તેમ નથી. દુનિયાનું ધ્યાન મધ્યપૂર્વ અને યુક્રેનમાં છે ત્યારે ચીન તાઈવાન લેવા તૂટી પડે તો ત્રીજું વિશ્વ યુદ્ધ જ શરૂ થઈ જાય તેવી ભીતિ વિશ્લેષણકારો દર્શાવે છે.