ભારત અને રશિયા સાથે ત્રિપક્ષીય સહયોગ ઇચ્છે છે ચીન! RIC ફોર્મેટ ફરી લાગુ કરવાની કરી વાત
RIC format : ચીને આજે ગુરુવારે (17 જુલાઈ) રશિયા-ભારત-ચીન (RIC) ત્રિપક્ષીય સહયોગ ફરી શરુ કરવા હાકલ કરી છે. જેમાં પહેલાં રશિયાએ પહેલ કરી હતી. જેનું જિનપિંગે સમર્થન કર્યું છે. ચીને કહ્યું કે, રશિયા, ભારત અને ચીન એમ ત્રિપક્ષીય સહયોગ ન માત્ર ત્રણેય દેશના હિતમાં છે, પરંતુ વિસ્તાર અને વિશ્વની સુરક્ષા અને સ્થિરતા માટે પણ ઘણો અગત્યનો છે.
રશિયાએ શું કહ્યું?
રશિયાના સમાચાર પોર્ટલ ઇઝવેસ્ટિયાએ ગુરુવારે રશિયાના ઉપવિદેશ મંત્રી આંદ્રેઈ રુડેન્કોને ટાંકીને કહ્યું હતું કે, 'માસ્કો RIC ફોર્મેટને ફરીથી સ્થાપિત થવાની આશા રાખે છે અને આ મુદ્દાને લઈને બિજિંગ અને નવી દિલ્હીની સાથે વાતચીત કરી રહ્યા છે.'
રશિયાના ઉપવિદેશ મંત્રીએ શું કહ્યું?
રુડેન્કોએ કહ્યું કે, 'અમે આ ફોર્મેટને સફળ બનાવવામાં રુચિ રાખીએ છીએ. કારણ કે બ્રિક્સના સ્થાપક ઉપરાંત આ ત્રણેય દેશો મહત્ત્વપૂર્ણ ભાગીદારો પણ છે. અમે આશા રાખીએ છીએ કે, દેશ RIC મુજબ ફરીથી કામ શરુ કરવાને લઈને સહમતિ બતાવે.'
જ્યારે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે, 'ચીન-રશિયા અને ભારત વચ્ચેનો સહયોગ દેશોના વિસ્તારો સહિત વિશ્વમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા, પ્રગતિ વગેરે બનાવી રાખવામાં મદદ કરશે. '
આ પણ વાંચો: યુદ્ધ રોકવા ટ્રમ્પની મથામણ વચ્ચે રશિયાએ માનવીય કરાર હેઠળ યુક્રેનને સોંપ્યા 1000 મૃતદેહ
RIC ફોર્મેટ મામલે વિદેશ મંત્રી એસ જયશંકરની રુચિ
વિદેશ મંત્રી એસ જયશંકરની ચીનની મુલાકાત બાદ RIC ફોર્મેટને લઈને રશિયા અને ચીન પ્રત્યની રુચિ વધી હોવાનું જોવા મળે છે. આ દરમિયાન વિદેશ મંત્રી વાંગ યી અને તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ લાવરોવ સહિતના ટોપના ચીની અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.