Get The App

આ દેશોમાં કોવિડ-19 કેમ બન્યો નાની ઉંમરમાં છોકરીઓના લગ્નનું કારણ?

Updated: Apr 22nd, 2023

GS TEAM


Google News
Google News
આ દેશોમાં કોવિડ-19 કેમ બન્યો નાની ઉંમરમાં છોકરીઓના લગ્નનું કારણ? 1 - image


નવી દિલ્હી, તા. 22 એપ્રિલ 2023, શનિવાર 


યુનિસેફે એક રિપોર્ટમાં કહ્યું છે, કે દક્ષિણ એશિયામાં વિશ્વમાં સૌથી વધુ બાળવધુઓ છે. કોવિડ-19ને કારણે વધતા નાણાકીય દબાણ અને શાળાઓ બંધ થવાને કારણે પરિવારોને તેમની સગીર દીકરીઓના લગ્ન કરવાની ફરજ પડી રહી હતી. 

યુનિસેફના જણાવ્યા અનુસાર, દક્ષિણ એશિયામાં 290 મિલિયન બાળવધુ છે અને આ સંખ્યા વૈશ્વિક સંખ્યાના 45 ટકા જેટલી છે. તેનો અહેવાલ રજૂ કરતી વખતે યુનિસેફે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, આ પ્રથાને ખતમ કરવાના પ્રયાસો માટે આ આંકડા અપૂરતા સાબિત થાય છે.

રોઇટર્સના અહેવાલ અનુસાર, યુનિસેફના પ્રાદેશિક નિર્દેશક નોઆલા સ્કિનરે કહ્યું કે, વિશ્વમાં બાળ લગ્નનો સૌથી વધુ બોજ દક્ષિણ એશિયામાં છે. સંસ્થાએ બાળ લગ્નને ખતમ કરવા માટે વધુ પ્રયત્નો કરવાની માંગ કરી છે.

આ દેશોમાં કોવિડ-19 કેમ બન્યો નાની ઉંમરમાં છોકરીઓના લગ્નનું કારણ? 2 - image

નોઆલા સ્કિનરે વધુમાં જણાવ્યું હતું કે, બાળ લગ્ન છોકરીઓને શિક્ષણથી દૂર રાખે છે. આ સાથે આ પ્રથા છોકરીઓના સ્વાસ્થ્ય અને સુખને પણ જોખમમાં મૂકે છે. આ પ્રથા છોકરીઓને તેમના ભવિષ્ય સાથે સમાધાન કરવા મજબૂર કરે છે.

સંસ્થા દ્વારા કરવામાં આવેલા અભ્યાસ માટે બાંગ્લાદેશ, ભારત અને નેપાળમાં 16 સ્થળોએ લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જેમા જાણવા મળ્યું કે કોવિડમાં લોકડાઉન દરમિયાન છોકરીઓ માટે શિક્ષણના વિકલ્પો મર્યાદિત હતા, તેથી ઘણા માતા-પિતાએ તેમની પુત્રીઓ માટે લગ્નને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પસંદ કરીને તેમના નાની ઉંમરમાં જ લગ્ન કરી દીધા છે. 

અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, રોગચાળા દરમિયાન પરિવારો પર આર્થિક દબાણ એટલું વધી ગયું હતું કે ઘરનો ખર્ચ ઘટાડવા માટે દીકરીઓને નાની ઉંમરે પરણાવી દેવાનું વધુ સારું હતું.

મહિલાઓ માટે લગ્નની કાયદેસર ઉંમર નેપાળમાં 20, ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં 18 અને અફઘાનિસ્તાનમાં 16 છે. પાકિસ્તાનમાં પણ તે 16 છે, સિંધ રાજ્ય સિવાય જ્યાં લઘુત્તમ વય 18 છે.

યુવતીઓના વહેલા લગ્નનું કારણ ગરીબી બની

સંસ્થાએ વાતચીત દરમિયાન સંભવિત ઉકેલ અંગે લોકોનો અભિપ્રાય પણ માંગ્યો હતો. તેમના મતે, લોકોએ ગરીબી સામે લડવા, દરેક બાળકના શિક્ષણના અધિકારનું રક્ષણ કરવા, કાયદાનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે એક માળખું બનાવવા માટે સામાજિક સુરક્ષાના પગલાં લેવાની માંગ કરી હતી.

આ દેશોમાં કોવિડ-19 કેમ બન્યો નાની ઉંમરમાં છોકરીઓના લગ્નનું કારણ? 3 - image

આ સંદર્ભમાં, યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડમાં એશિયા-પેસિફિકના પ્રાદેશિક નિર્દેશક, બજોર્ન એન્ડરસને રોઇટર્સને જણાવ્યું હતું કે, આપણે શિક્ષણ દ્વારા છોકરીઓને સશક્ત કરવાની જરૂર છે. આ શિક્ષણમાં વ્યાપક લૈંગિક શિક્ષણનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, આપણે છોકરીઓને કૌશલ્ય શીખવવું જોઈએ અને સમુદાયોએ બાળ લગ્ન સામે લડવું જોઈએ.

પ્યુ રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સ સહિત 117 દેશોમાં હજુ પણ બાળ લગ્ન પ્રથા છે. બાળ લગ્નને સમાપ્ત કરવા માટે કામ કરતી વૈશ્વિક સંસ્થા ગર્લ્સ નોટ બ્રાઇડ્સ અનુસાર, બાળ લગ્ન બાળકને શારીરિક અને ભાવનાત્મક રીતે જોખમમાં મૂકે છે.

બાળલગ્ન કરનારી બાળયુવતીઓને ડિલિવરી દરમિયાન સૌથી વધુ જોખમ હોય છે. આ સિવાય આ છોકરીઓને ઘરેલુ હિંસાનો સામનો કરવો પડે છે. પ્યુ રિસર્ચ સેન્ટરે તાજેતરમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાળ લગ્ન એ એક આંતરરાષ્ટ્રીય રોગચાળો છે જેની સામે વિશ્વના દરેક નાગરિકે લડવાની જરૂર છે. 

આ દેશોમાં થાય છે મોટાભાગના બાળ લગ્ન 

ભારત (India)

બાળ લગ્નોની સંખ્યા: 26,610,000

18 વર્ષની વયે પરણેલી છોકરીઓની ટકાવારી: 47%

લગ્નની કાનૂની ઉંમર: છોકરાઓ 21; છોકરીઓ 18

ભારતમાં, 15 વર્ષથી ઓછી વયની છોકરીઓના લગ્નનો દર ઘટ્યો છે, પરંતુ 15 થી 18 વર્ષની વયની છોકરીઓના લગ્નનો દર વધ્યો છે. નવી વસ્તીગણતરીમાં એ પણ બહાર આવ્યું છે કે ,ભારતના શહેરી વિસ્તારોમાં બાળ લગ્નનું પ્રમાણ વધી રહ્યું છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે ઘટી રહ્યું છે.

એક અહેવાલ પ્રમાણે દેશમાં 21 % બાળ લગ્ન 70 જિલ્લામાં થઈ રહ્યા છે. જેમાં મહારાષ્ટ્રના 16 જિલ્લાઓનો સમાવેશ થાય છે. 2011 પછી અહીં સૌથી વધુ બાળ લગ્નો થયા છે. મહારાષ્ટ્ર ભારતનો ત્રીજો સૌથી અમીર દેશ છે. મહારાષ્ટ્રના ઉત્તર-પૂર્વ ભંડારા જિલ્લામાં નાની ઉંમરમાં છોકરીઓના લગ્નમાં પાંચ ગણાથી વધુનો વધારો થયો છે.

રાજસ્થાન, ભારતનું નવમું ગરીબ રાજ્ય (માથાદીઠ આવકની દ્રષ્ટિએ), અન્ય કોઈપણ રાજ્ય કરતાં 10-17 વર્ષની વયની છોકરીઓ અને 10-20 વર્ષની વયના છોકરાઓ સાથે વધુ લગ્ન કરે છે. લગ્નની કાયદાકીય ઉંમર 18 અને 21 વર્ષ નક્કી કરવામાં આવી છે.

તમામ ભારતીય રાજ્યોની તુલનામાં, રાજસ્થાનમાં 10 થી 17 વર્ષની 8.3% છોકરીઓ અને 10 થી 20 વર્ષની વયની 8.6% છોકરીઓના લગ્ન કાયદેસરની ઉંમર પહેલા થઈ ગયા હતા.

ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે 2013 માં બાળ લગ્ન અટકાવવા માટે એક રાષ્ટ્રીય કાર્ય યોજના તૈયાર કરી હતી, જોકે ડ્રાફ્ટને હજુ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી.

ઇથોપિયા (Ethiopia)

બાળ લગ્નોની સંખ્યા: 1,974,000

18 વર્ષની વયે પરણેલી છોકરીઓની ટકાવારી: 41%

લગ્નની કાનૂની ઉંમર: છોકરા/છોકરીઓ 18

ઇથોપિયામાં એક રિવાજ છે. આ પ્રથામાં પિતરાઈ ભાઈઓ બહેનોનું અપહરણ કરે છે અને બળજબરીથી લગ્ન કરે છે. પરિણામે, દર પાંચમાંથી એક છોકરીના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે. આ દિશામાં કામ કરતી સંસ્થા ગર્લ્સ નોટ બ્રાઇડ્સ અનુસાર, ઇથોપિયામાં 15 થી 19 વર્ષની વય વચ્ચેની પરિણીત છોકરીઓમાંથી માત્ર 12 ટકા જ શાળાએ જાય છે.

ઇથોપિયામાં લગ્નની ઉંમર કેટલી 

ઇથોપિયામાં લગ્નની કાયદેસર ઉંમર 18 છે, પરંતુ કાયદાનો કડક અમલ થતો નથી. જન્મ, લગ્ન અને મૃત્યુને ટ્રેક કરવા માટે કોઈ રાષ્ટ્રીય રજિસ્ટ્રી પણ નથી, તેથી અધિકારીઓ માટે લગ્ન સમયે છોકરી સગીર હોવાનું સાબિત કરવું મુશ્કેલ છે. 

2014 માં ગર્લ સમિટમાં, ઇથોપિયાની સરકારે 2025 સુધીમાં બાળ લગ્ન સમાપ્ત કરવાની વાત કરી હતી.

બ્રાઝિલ

બાળ લગ્નોની સંખ્યા: 2,928,000

18 વર્ષની વયે પરણેલી છોકરીઓની ટકાવારી: 36%

લગ્નની કાનૂની ઉંમર: છોકરા/છોકરીઓ 18; 16 માતાપિતાની સંમતિ સાથે

બ્રાઝિલના કાયદા અનુસાર માતા-પિતાની સંમતિથી લગ્નની ઉંમર 16 વર્ષ નક્કી કરવામાં આવી છે, પરંતુ ધ વર્લ્ડ પોલિસી સેન્ટરની જોગવાઈ અનુસાર, જો કોઈ સગીર બળાત્કાર બાદ ગર્ભવતી થઈ જાય તો 16 વર્ષથી ઓછી ઉંમરના લગ્નની જોગવાઈ છે. બ્રાઝિલમાં ટીન પ્રેગ્નન્સીનો દર સૌથી વધુ છે.

નાઇજીરીયા

બાળ લગ્નોની સંખ્યા: 3,306,000

18 વર્ષની વયે પરણેલી છોકરીઓની ટકાવારી: 43%

લગ્નની કાનૂની ઉંમર: છોકરાઓ/છોકરીઓ: 18

નાઇજીરીયાનું બંધારણ લગ્ન માટે લઘુત્તમ વય નિર્દિષ્ટ કરતું નથી, પરંતુ 2003નો બાળ અધિકાર અધિનિયમ લઘુત્તમ વય 18 નક્કી કરે છે. જો કે, નાઇજીરીયાના 36 રાજ્યોમાંથી માત્ર 23 જ આ કાયદાનો અમલ કરે છે.

ઘણા નાઇજિરિયન માતા-પિતા કહે છે કે, છોકરીઓ માટે નાની ઉંમરે લગ્ન કરી દેવાનું સામાન્ય બાબત છે. તેનું સૌથી મોટું કારણ દેશમાં શિક્ષણની ગુણવત્તાનો અભાવ છે. નાઇજિરિયનમાં માતા –પિતા દીકરીઓ મોટી થવાની સાથે જ તેમના લગ્ન કરાવી દેવા એ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.

2016 માં, નાઇજીરીયાના મહિલા બાબતો અને સામાજિક વિકાસ મંત્રાલયે 2020 પહેલા બાળ લગ્નમાં 40% ઘટાડો કરવા અને 2030 સુધીમાં તેને સંપૂર્ણપણે નાબૂદ કરવાની વ્યૂહરચના શરૂ કરી.

બાંગ્લાદેશ

આ દેશોમાં કોવિડ-19 કેમ બન્યો નાની ઉંમરમાં છોકરીઓના લગ્નનું કારણ? 4 - image

બાળ લગ્નોની સંખ્યા: 3,931,000

18 વર્ષની વયે પરણેલી છોકરીઓની ટકાવારી: 52%

લગ્નની કાનૂની ઉંમર: છોકરાઓ 21; છોકરીઓ 18

એક અહેવાલ મુજબ બાંગ્લાદેશમાં બાળકો સાથે લગ્ન કરનાર પુખ્ત વયના લોકો માટે દંડની જોગવાઈ છે. જો કે, કાયદાકીય વ્યવસ્થામાં છટકબારીઓ હજુ પણ ખાસ સંજોગોમાં બાળ લગ્નોને મંજૂરી આપે છે.

બાંગ્લાદેશમાં બાળલગ્નએ ધાર્મિક માન્યતાઓ અને ગરીબી કારણ છે.ગ્રામીણ વિસ્તારોમાં વારંવાર પૂર કે જેને પરિવારો માટે નાણાકીય સંસાધનોની જરૂર હોય છે તેને છોકરીઓ સાથે લગ્ન કરવાનો અને દહેજ એકત્રિત કરવાનો રિવાજ બનાવી દીધો છે.

Tags :