Get The App

'ગાઝા- શાંતિ સમજૂતિ'ના પગલે ગાઝામાં આનંદ- ઉત્સવ : ઇઝરાયલમાં પણ ખુશીની લહર

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
'ગાઝા- શાંતિ સમજૂતિ'ના પગલે ગાઝામાં આનંદ- ઉત્સવ : ઇઝરાયલમાં પણ ખુશીની લહર 1 - image

- 'અલ્લાહનો આભાર કે લોહી વહેતું અટકશે' : અબ્દુલ મજીદ

- પૂર્વ અપહૃત ઑમર શેમ ટૉવે કહ્યું : 'મારી પાસે શબ્દો નથી અપહૃતો બે વર્ષ પછી પાછા મળશે તેથી યહૂદીઓ પાગલ થઈ ગયા છે'

ખાન-યુનિસ (ગાઝા), તેલ-અવીવ : 'ગાઝા- શાંતિ સમજૂતી' સધાતા પેલેસ્ટાઇનીઓ અને ઇઝરાયલીઓ પણ આનંદ-ઘેલા બની રહ્યા છે. તેઓએ જેઓના ૭ ઓક્ટો. ૨૦૨૩ના દિવસે હમાસે દક્ષિણ ઇઝરાયેલમાં ઓચિંતો હુમલો કરી આશરે ૧૨૦૦ જેટલા ઇઝરાયેલીઓની હત્યા કરી હતી અને ૨૫૧ના અપહરણ કર્યા પછી જે અસામાન્ય યુદ્ધ ફાટી નીકળ્યું હતું જેમાં આશરે ૬૭,૦૦૦ની હત્યા થઈ.

એક તબક્કે તો યુદ્ધ ત્યાં સુધી વકર્યું હતું કે, હવે આ યુદ્ધ બંધ થવાની કોઈ આશા દેખાતી ન હતી જ્યારે અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ૨૦ મુદ્દાની શાંતિ સમજૂતી દરખાસ્ત છેવટે બંને પક્ષોએ સ્વીકારતા આખરે યુદ્ધ બંધ થાય તેવા કોઈ સંકેતો મળતા ન હતા પરંતુ છેવટે ટ્રમ્પના પ્રયાસોથી શાંતિ- સમજૂતીનો પહેલો તબક્કો પૂરો થતા ગાઝા પટ્ટી તથા ઇઝરાયલના પાટનગર તેલ-અવીવ તથા ઇઝરાયલના અન્ય શહેરોમાં લોકો માર્ગો ઉપર આવી ગયા અને મન મૂકીને નાચ્યા હતા.

યહૂદી ઑમર શેમ- ટોવે કહ્યું હતું કે, 'આ શાંતિ સમજૂતિ વિષે કહેવા માટે મારી પાસે શબ્દો નથી.'

ગાઝા પટ્ટીના દક્ષિણના ભાગે આવેલા ખાન- યુનિસના વતની અબ્દુલ મજીદ અબ્દ રબ્બોએ કહ્યું હતું કે, અલ્લાહનો આભાર કે હવે લોહી વહેતું અટકશે. માત્ર હું જ નહીં પરંતુ ગાઝા પટ્ટીમાં વસતા તમામ આરબો (પેલેસ્ટાઇનીઓ) ખુશખુશાલ છે.

એક વિડિયોમાં એક યુવાન તેના મિત્રના ખભા ઉપર બેસી તાળીઓ પાડી ચપટીઓ વગાડી શાંતિ સમજૂતીનો આનંદ માણી રહેલો જોવા મળ્યો છે. આમ અત્યારે મધ્યપૂર્વમાં શાંતિ સ્થપાઈ રહી છે.

સૌથી વધુ મહત્ત્વની બાબત તે છે કે ઇઝરાયલને તો માત્ર હમાસ જ નહીં પરંતુ લેબેનોન સ્થિત હિઝબુલ્લાહ અને દક્ષિણે યમન સ્થિત હુથી સાથે પણ સંઘર્ષ ચાલુ હતો. બીજી તરફ તે બંને જૂથોને શસ્ત્ર સહિત અન્ય તમામ સહાય આપનાર ઇરાન સાથે પણ ઇઝરાયેલને સંઘર્ષ થયો છે. તેઓ સાથે શાંતિ સમજૂતીમાં સહજ રીતે ઉલ્લેખ હોવા સંભવ નથી. સીરીયા સાથે પણ ઇઝરાયલને સંઘર્ષ થયો હતો જે હજી સંપૂર્ણ શમ્યો હોવાના કોઈ વિશ્વસનીય અહેવાલો નથી. સીરીયા પાસેથી ઇઝરાયેલે 'ગૉલન હાઇટ્સ' (ગૉલન ઉચ્ચ પ્રદેશ) આંચકી લીધો છે બીજી તરફ સીરીયામાં જ અશાંતિ પ્રવર્તે છે તેવી જ સ્થિતિ ઇરાકની છે ઇરાનમાં ભલે ઉપરથી બધુ શાંત દેખાતું હોય પરંતુ આંતરિક અશાંતિ બહાર દેખાતી નહી હોય તેમ પણ નિરીક્ષકોનું મંતવ્ય છે. હજી મધ્યપૂર્વમાં 'ભારેલો અગ્નિ' તો રહ્યો જ છે. તેવે સમયે ઇઝરાયલ હમાસ શાંતિ સમજૂતી સરાહનીય બની રહી છે.

આ શાંતિ સમજૂતી કરાવવા માટે ડૉનાલ્ડ ટ્રમ્પને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વના તમામ દેશોએ ધન્યવાદ આપ્યા છે છતાં સૌના મનમાં આશંકા છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી થયેલી શાંતિ સમજૂતી માટે ફ્રાંસના જનરલ ફૉશે કહ્યું હતું : 'ધીસ ઇઝ નો પીસ, જસ્ટ એ ટ્રુસ' જેવું અહીં ન બને.