World

તમિલનાડુમાં ૧૦૦ કરોડ અને પશ્ચિમ બંગાળમાં ૨૭ કરોડ રુપિયાની રોકડ જપ્ત, ચૂંટણી પંચનો ખુલાસો

By GS TEAM
22 Apr 20261 min read
તમિલનાડુમાં ૧૦૦ કરોડ અને પશ્ચિમ બંગાળમાં  ૨૭ કરોડ રુપિયાની રોકડ જપ્ત, ચૂંટણી પંચનો ખુલાસો

કોલકત્તા,૨૨ એપ્રિલ,૨૦૨૬,બુધવાર 

દક્ષિણના મહત્વના રાજય તમિલનાડુની વિધાનસભાની ૨૩૪ બેઠકો માટે ૨૩ એપ્રિલના રોજ મતદાન થવાનું છે. નાણા અને ધમકીઓના સમયમાં ફ્રી એન્ડ ફેર ઇલેકશન સપનું બની ગયું છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા  ૨૬ ફેબુ્રઆરીથી ૨૨ એપ્રિલ સુધીમાં ૧૦૦ કરોડથી વધુ રોકડા નાણા ઝડપી પાડયો છે. આ ઉપરાંત ૭૬ કરોડ રુપિયાનું ડ્રગ્સ અને ૧૬૦ કરોડ રુપિયાનું બહુમૂલ્ય ધાતુઓનો પણ સમાવેશ થાય છે. તમિલનાડુમાં અંદાજે ૨૫૯ કરોડ રુપિયાની ફ્રીબીજ અને અન્ય વસ્તુઓ પણ જ્પ્ત કરવામાં આવી છે. કુલ મળીને તમિલનાડુમાંથી ૬૦૦ કરોડ રુપિયાની જપ્તી કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળની ૧૫૨ વિધાનસભા બેઠકો માટે ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. પશ્ચિમ બંગાળમાં ૨૨ એપ્રિલ સુધીમાં કુલ ૨૭ કરોડ રુપિયાની રોકડ પકડાઇ છે. ૩૯ લાખ લિટર ગેર કાયદેસર શરાબ જેની કિંમત ૧૦૨ કરોડ રુપિયા થાય છે. ૧૦૮ કરોડ રુપિયાનું ડ્રગ્સ અને અંદાજે ૫૫ કરોડ રુપિયાની બહુમૂલ્ય ધાતુઓ પણ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૭૮ કરોડ રુપિયાની ફ્રીબીજ પણ જપ્ત કરાઇ છે. પશ્ચિમ બંગાળમાં કુલ મળીને ૪૭૨કરોડ રુપિયાની કુલ જપ્તી થઇ છે. આમ નાણાની રેલમછેલએ લોકતંત્રમાં ચૂંટણી જીતવા માટેનું હથિયાર બની ગયું છે.