પાક. આગમન પૂર્વે નવાઝ શરીફ સામેના ચાર કેસો ફરી ખોલવાની તૈયારી
૭૩ વર્ષીય પીએમએલ-એન સુપ્રીમો ચૂંટણી પ્રચાર માટે ૨૧ ઓક્ટોબરે લંડનથી પાકિસ્તાન પરત ફરશે
નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરોનો ફરી તપાસ શરૃ કરશે
(પીટીઆઇ) લાહોર,
તા. ૨૮
પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા પૂર્વ વડાપ્રધાન નવાઝ
શરીફ વિરુદ્ધના ચાર ભ્રષ્ટાચાર કેસો એવા સમયે ખોલવા જઇ રહી છે જ્યારે તેઓ આગામી
મહિને સ્વદેશ પરત ફરી રહ્યાં છે. તેઓ ચાર વર્ષ પછી બ્રિટનથી પાકિસ્તાન પરત ફરવાના
છે.
૭૩ વર્ષીય પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)
સુપ્રીમો પક્ષના ચૂંટણી પ્રચારનું
નેતૃત્ત્વ કરવા માટે ૨૧ ઓક્ટોબરે લંડનથી પાકિસ્તાન પરત ફરવાના છે.
લાહોર હાઇકોર્ટે
ચાર સપ્તાહ માટે જામીન આપ્યા પછી નવાઝ નવેમ્બર, ૨૦૧૯માં સારવાર કરાવવા માટે લંડન જતા રહ્યાં હતાં. તેઓ અલ
અઝિઝિયા મિલ્સ ભ્રષ્ટાચાર કેસમાં સાત વર્ષની જેલની સજાનો સામનો કરી રહ્યાં હતાં.
પીએમએલ-એનના સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન આવ્યા પછી
તે મિનારે પાકિસ્તાનમાં એક ચૂંટણી રેલીને સંબોધશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી)
નવાઝ શરીફ વિરુદ્ધના ગેરકાયદે પ્લોેટ,
જમીન ફાળવણી, તેમની સુગર
મિલોના શેરોનું અવિશ્વસનીય ટ્રાન્સફર અને તોશખાના સાથે સંકળાયેલા કેસો ફરીથી ખોલવા
જઇ રહી છે.