Get The App

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું આખરે રાજીનામું, ટીકાઓ વચ્ચે લીધો મોટો નિર્ણય

Updated: Jan 6th, 2025

GS TEAM


Google News
Google News
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું આખરે રાજીનામું, ટીકાઓ વચ્ચે લીધો મોટો નિર્ણય 1 - image

Canadian PM Justin Trudeau Resign : કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા થયા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અવારનવાર ભારત પર ગંભીર આક્ષેપ કરતા રહ્યા છે, ત્યારે હવે તેમણે આ આક્ષેપો અને ટીકા કરવી ભારે પડી હોય તેવું દેખાઈ રહ્યું છે. મળતા અહેવાલો મુજબ ટ્રુડો વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાની સરકાર અને વ્યક્તિગત આલોચના વચ્ચે આ નિર્ણય લીધો છે. 

ટ્રુડોએ પાર્ટીના અધ્યક્ષને નવા નેતાની પસંદગી કરવા કહ્યું

દેશને કરેલા સંબોધનમાં ટ્રુડોએ રાજીનામું આપવાનું જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, તેમણે પોતાની પાર્ટીના અધ્યક્ષને નવા નેતાની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરવા કહ્યું છે. ટ્રુડોએ કહ્યું કે, સંસદનું કામ 24 માર્ચ સુધી સ્થગીત રહેશે અને ત્યાં સુધી તેઓ કાર્યકારી વડાપ્રધાન તરીકે કામગીરી કરશે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ કેનેડાના કાર્યકારી વડાપ્રધાન તરીકે કામગીરી સંભાળતા રહેશે.

ટ્રુડોની પાર્ટીના નેતા અને વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની ઈચ્છા

જસ્ટિન ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. 53 વર્ષના ટ્રુડોએ સોમવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘પાર્ટી દ્વારા નવા નેતાની પસંદગી કરવામાં આવ્યા બાદ હું પાર્ટીના નેતા અને વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરું છું.’

ટ્રુડો 11 વર્ષથી લિબરલ પાર્ટીના નેતા

જ્યાં સુધી કોઈ નવા વડાપ્રધાન નહી બને ત્યાં સુધી ટ્રુડો કાર્યકારી વડાપ્રધાન રહેશે. જસ્ટિન ટ્રુડો 11 વર્ષથી લિબરલ પાર્ટીના નેતા છે અને નવ વર્ષથી વડાપ્રધાન રહ્યા. તેઓ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓને લઈને મુખ્ય સહયોગીના રાજીનામા અને ઓપિનિયન પોલ સુધી તેઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. જસ્ટિન ટ્રુડોએ તેમના સંબોધનમાં કહ્યું કે, 'આ દેશ આગામી ચૂંટણીમાં એક વાસ્તવિક વિકલ્પનો હકદાર છે અને મારા માટે સ્પષ્ટ થઈ ગયું છે કે, જો મારે આંતરિક લડાઈ લડવી પડી રહી છે, તો હું તે ચૂંટણીમાં શ્રેષ્ઠ વિકલ્પ ન હોઈ શકું.'

આ પણ વાંચો : બેંગલુરુ, ગુજરાત, બંગાળ બાદ હવે ચેન્નાઈમાં HMPV વાઈરસની એન્ટ્રી, બે બાળકો સંક્રમિત

આપણે સંસદનું નવું સત્ર બોલાવવું જોઈએ: ટ્રુડો

જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, ‘સત્ય તો એ છે કે, આના પર કામ કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો રહ્યા છે, તેમ છતાં સંસદ મહિનાઓથી લકવાગ્રસ્ત બની ગઈ છે. તેથી આજે સવારે મેં ગવર્નર-જનરલને સલાહ આપી કે, આપણે સંસદનું નવું સત્ર બોલાવવું જોઈએ. તેમણે મારી આ વિનંતી સ્વીકારી અને હવે ગૃહ 24 માર્ચ સુધી સ્થગિત રહેશે.’

વિરોધપક્ષો બને તેટલી વહેલી તકે સરકારને પાડવાની પ્રયાસમાં હતા

ઉલ્લેખનીય છે કે, કેનેડાની સંસદની કાર્યવાહી 27 જાન્યુઆરીએ ફરી શરૂ થવાની હતી અને વિરોધપક્ષો બને તેટલી વહેલી તકે સરકારને પાડવાના પ્રયાસોમાં હતા. તેમજ વિરોધ પક્ષો ટ્રુડોની લિબરલ પાર્ટીની સરકાર સામે અવિશ્વાસની પ્રસ્તાવ લાવવા જઈ રહી હતી, પરંતુ જો સંસદ 24 માર્ચ સુધી સ્થગિત રહે, તો વિરોધ પક્ષો મે મહિના સુધી સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે અને ઓક્ટોબર મહિના સુધીમાં કેનેડામાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ શકે છે.

આ પણ વાંચો : ફાકડું અંગ્રેજી બોલવામાં દિલ્હી ટોપ પર, રાજસ્થાન-યુપીની પણ ટોપ-10માં એન્ટ્રી, જુઓ રિપોર્ટ

Tags :