કેનેડા-અમેરિકા વ્યાપાર મંત્રણા પડી ભાંગી, 50% ટેરિફનો ડૉલરથી ડૉલર પ્રમાણે બદલો લેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઑટાવા : અમેરિકાએ કેનેડાનાં ઉત્પાદનો ઉપર ૫૦ ટકા ટેરીફ લગાડતાં તે દૂર કરવા બંને દેશો વચ્ચેની મંત્રણા છેલ્લી મીનીટે પડી ભાંગી છે. આથી કેનેડાથી યુએસમાં થતી નિકાસ ઉપર ભારે ફટકો પડવાનો છે. કેનેડા વાર્ષિક ૨૦ બિલિયન ડૉલરનો માલ અમેરિકાને વેચે છે. નિકાસ કરે છે. પરંતુ અમેરિકાના ઇસ્ટર્ન ટાઈમ પ્રમાણે શનિવારે રાત્રે ૧૨.૦૧ મિનિટથી આ ટેરિફ લાગી જતાં બંને દેશો વચ્ચેના તંગ બનેલા સંબંધો વધુ તંગ બની ગયા છે.
યાદ રહે કે મૂળભૂત રીતે તો બંને દેશો વચ્ચે ઐતિહાસિક મૈત્રી છે. તેમાં ટ્રમ્પનાં જક્કી વલણથી તે સંબંધોમાં ખાંચ આવી છે.
અમેરિકા કેનેડા વચ્ચેની વ્યાપાર મંત્રણામાં અમેરિકાના પ્રતિનિધિ જેમીસન ગ્રીરે આ જાહેરાત મધરાત પૂર્વે અચાનક બોલાવેલી પત્રકાર પરિષદમાં કરી હતી.
કેનેડાના વડાપ્રધાન, માર્ક કાર્નીયે તેનો વળતો જવાબ આપતાં જણાવ્યું હતું કે છેલ્લી મીનીટે અમેરિકાએ તેની શરતોમાં ફેરફાર સૂચવ્યો, જે તદ્દન ગેરવ્યાજબી છે. આર્થિક દ્રષ્ટિએ પણ અયોગ્ય છે. આ સાથે માર્ક કાર્નીએ અમેરિકા સાથે કોઈપણ સમજૂતી પરની વિશ્વસનીયતા સામે પણ પ્રશ્નો કર્યા હતા.
કેનેડા અમેરિકામાં હૉકી સ્ટિક્સથી શરૂ કરી ટેન્ગ ડીપ્રેસર્સ સુધીની ચીજોની નિકાસ કરે છે. તે કુલ નિકાસની ઉપર અસર તો થશે જ. પરંતુ તેનો આર્થિક કરતાં રાજકીય ફટકો પણ ઘણો મોટો છે.
તે યાદ રહે કે બંને દેશો વચ્ચે પારસ્પરિક વ્યાપાર તો ગત વર્ષે ૮૮૦ બિલિયન ડૉલર જેટલો માલ સામાન વેચાયો હતો ખરીદાયો હતો તેને ફટકો પડશે જ. કારણ કે કેનેડા પણ સામો ટેરિફ લગાડશે જ તે નિશ્ચિત છે. સાથે તેની રાજકીય અસર પણ ઘણી ઘેરી થવાની છે.









