Get The App

કેમરૂનના 92 વર્ષના પ્રમુખ પૌલ બિયા 8મી વખત ચૂંટણી લડવા તૈયાર થયા છે

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
કેમરૂનના 92 વર્ષના પ્રમુખ પૌલ બિયા 8મી વખત ચૂંટણી લડવા તૈયાર થયા છે 1 - image


- વિશ્વમાં સૌથી મોટી વયના પ્રમુખ 1982 થી સત્તા પર છે

- કેમરૂન પીપલ્સ ડેમોક્રેટિક મુવમેન્ટ નામક પાર્ટીના તેમના સમર્થકો ફરી ચૂંટણી લડવા કહે છે : વિપક્ષો તેઓનો વિરોધ કરે છે

યાઉન્દે : આ મધ્ય આફ્રિકા દેશ કેમરૂનના ૯૨ વર્ષના પ્રમુખ પૌલ બીયો સોમવારે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે, ૧૨ ઓકટોબરના દિવસે યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં તેઓ ઉભા રહેશે.

ઠ પર કરેલા પોસ્ટમાં તેઓએ જણાવ્યું હતું કે, મેં વર્ષોથી લોકોના ઉત્કર્ષ અને ભલા માટે કામ કર્યું છે. તેના પરિણામો તો નજરે દેખાય તેવા છે, ધબકતા છે. આ સાથે તેઓએ જનતાએ હજી સુધી આપેલા સમર્થન માટે આભાર માન્યો હતો.

તેઓ ઠ પોસ્ટ પર વધુમાં લખ્યું હતું કે, હું ૧૨ ઓકટો. ૨૦૨૫ના દિને યોજાનારી પ્રમુખ પદની ચૂંટણીમાં ઊભો રહેવાનો છું. મારા હૃદયમાં દેશના લોકોની વિશેષત: યુવાનો અને મહિલાઓનાં ઉત્કર્ષ અને જીવન સાફલ્ય મારૃં જીવન ધ્યેય છે.

જો કે તેઓના ટેકેદારો ઘણા હોવા છતાં પક્ષમાં જ તેઓનો વિરોધ કરનારાઓની સંખ્યા પણ ગણનાપાત્ર છે. તેમના જ પક્ષના મોરિસ કામ્ટો, જોશુષ ઓસિહ, એક્રે મુના અને કેબ્રાવ લિબિ પ્રમુખ પદની ચૂંટણીમાં તેમના સ્પર્ધકો બની રહે તેમ છે.

આમ છતાં બિયા સફળ થશે તેમ લાગે છે.

વાસ્તવમાં આ ચૂંટણી પૌલ બિયાન જીતે (જે શક્ય છે) તો પૌલ બિયા એક વિશ્વ વિક્રમ સર્જી દેશે. અત્યારે આ દેશ આર્થિક કટોકટી સમાન સ્થિતિમાં, પશ્ચિમે બળવાખોરો સક્રિય છે. બાજુના નાઇજીરિયામાંથી બોકોહરામ ત્રાસવાદીઓ વારંવાર હુમલા કરે છે. તેવામાં પોલ બિયાની કાર્યવાહી મુશ્કેલ તો રહેશે.

Tags :