કેલિફોર્નિયાનું એવું શહેર જ્યાં મહિલાઓએ હાઈ હિલ પહેરવા હોય તો મંજૂરી લેવી પડે
- કાર્મેલ-બાય-ધ-સીમાં ગજબનો નિયમ
- 1963માં ખરાબ રસ્તાઓ અને ફૂટપાથને કારણે નિયમ બનાવવામાં આવ્યો હતો
California News : ઘણી છોકરીઓને ઊંચી હીલવાળી સેન્ડલ પહેરવી ખૂબ પસંદ હોય છે. અમેરિકામાં એક એવું સિટી છે જ્યાં, હીલ્સ પહેરતા પહેલા મંજૂરી લેવી પડે છે. કેલિફોર્નિયાનું આ સિટી એક ઈન્સ્ટાગ્રામ રીલને કારણે વાયરલ થયું છે.
રિપોર્ટ મુજબ, કેલિફોર્નિયાના કાર્મેલ-બાય-ધ-સી નામના સિટીમાં ઊંચી-હીલ પહેરવી ગેરકાયદેસર છે. આ સિટીમાં 2 ઈંચથી ઊંચી અને પાતળી હીલ પહેરવી હોય તો પહેલા મંજૂરી લેવી પડે છે. જે સિટી હોલમાં કોઈપણ વ્યક્તિને મફતમાં મળી જાય છે.
સમુદ્રના અદભૂત નજારા અને મહેલ જેવા ઘરો માટે જાણીતા સિટીમાં ન તો કોઈ સ્ટ્રીટ લાઈટ છે કે મકાનોના નંબર. પરંતુ, 1963માં રસ્તાઓ અને ફૂટપાથની ખરાબ હાલતના પગલે ઊંચી-હીલ્સને લઈને નિયમ બનાવવામાં આવ્યો હતો. જે એક વાયરલ ઈન્સ્ટાગ્રામ રીલના માધ્યમથી વાયરલ થયો છે.