Get The App

તુર્કીમાં સિઝેરિયન પર કેમ પ્રતિબંધ મુકાયો ? મેડિકલ કારણ વિના પરવાનગી મળશે નહી

બાળકના કુદરતી જ્ન્મથી માતાનું સ્વાસ્થ્ય પણ જળવાઇ રહે છે.

નોર્મલ ડિલિવરીથી બાળકને જન્મ આપવો એ જ પ્રાકૃતિક જન્મ છે.

Updated: Apr 29th, 2025

GS TEAM

Google News
Google News
તુર્કીમાં સિઝેરિયન પર કેમ પ્રતિબંધ મુકાયો ? મેડિકલ કારણ વિના પરવાનગી મળશે નહી 1 - image

અંકારા, ૩૦  એપ્રિલ,૨૦૨૫,બુધવાર 

તુર્કીની સરકારે ખાનગી હોસ્પિટલમાં ઇલેકટિવ સિઝેરિયન પર પ્રતિબંધ મુકી દીધો છે આ સાથે જ મહિલાઓ પોતાની જાતે જ સિઝેરિયનનો વિકલ્પ પસંદ કરી શકશે નહી. સરકારે એવો પણ આદેશ કર્યો છે કે કોઇ નક્કર મેડિકલ કારણ વિના સિઝેરિયન ડિલિવરીની પરવાનગી મળશે નહી. તાજેતરમાં તુર્કીમાં યોજાયેલી એક સુપરલીગ ફૂટબોલ મેચ દરમિયાન સિવાસપોર ટીમનો એક ખેલાડી પોસ્ટર લઇને મેદાનમાં ઉતર્યો હતો. જેના પર લખ્યું હતું કે નોર્મલ ડિલિવરીથી બાળકને જન્મ આપવો એ જ પ્રાકૃતિક જન્મ છે. આ પોસ્ટર તુર્કીના આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રેરિત હતું.

જો કે મહિલા અધિકાર કાર્યકર્તા ,આમ લોકો અને વિપક્ષી દળોએ આ પોસ્ટરનો વિરોધ કર્યો હતો. એક ફૂટબોલ ખેલાડી મહિલાઓએ બાળકને કેવી રીતે જન્મ આપવો એવો મેસેજ આપે તે બરાબર નથી. મહિલાઓની બાબતમાં આ એક પ્રકારની અજ્ઞાાનતા હોવાનો રોષ પ્રગટ કર્યો હતો. આ વર્ષની શરુઆતમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગાને તુર્કીમાં ઘટતા જતા પ્રજનનદર અંગે ચિંતા દર્શાવી હતી. એર્દોગાનનું માનવું હતું કે આ સમસ્યાનો સામનો કરવા માટે તુર્કીની સરેરાશ મહિલાએ કમસે કમ૩ બાળકો પેદા કરવા જોઇએ.

૨૦૨૩ના આંકડા મુજબ તુર્કીનો પ્રજનનદર ૧.૫૧ જે અત્યાર સુધીનો સૌથી નીચો છે. ૧૯૬૦માં આ દર ૬.૫ હતો. ઘટતો જતો પ્રજનન દર સુધારવોએ સરકારની પરિવારલક્ષી મહત્વની કામગીરીનો એક ભાગ છે. દક્ષિણ કોરિયા અને જાપાનની જેમ તુર્કીમાં પણ જન્મદર ઘટતો જાય છે. આ ઘટતા જન્મદરને સિઝેરિયન પર પ્રતિબંધ સાથે જોડવામાં આવે છે. સિઝરેરિયન પછી મહિલાઓ એક કરતા વધુ સંતાન માટે તૈયાર થતી નથી. બાળકના કુદરતી જ્ન્મથી માતાનું સ્વાસ્થ્ય પણ જળવાઇ રહે છે.