World

ગાયને ઝેબ્રા જેવા પટ્ટાથી રંગવાથી માખીઓ કરડતી નથી. જાપાનના સંશોધકોને મળ્યો ઇગ નોબેલ

By GS TEAM
19 Sep 20251 min read
ગાયને ઝેબ્રા જેવા પટ્ટાથી રંગવાથી માખીઓ કરડતી  નથી. જાપાનના સંશોધકોને મળ્યો ઇગ નોબેલ

ટોક્યો,૧૯ સપ્ટેમ્બર,૨૦૨૫,શુક્રવાર 

ગાયના શરીરને ઝેબ્રા જેવા પટ્ટાથી રંગવાથી માખીઓ કરડવાની શકયતા ઓછી રહે છે આ અંગેના સંશોધન બદલ જાપાની સંશોધકોની એક ટીમને  ઇગ નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ પુરસ્કાર ૧૮ સપ્ટેમ્બરના રોજ જીવ વિજ્ઞાન ક્ષેત્રમાં સંશોધન બદલ મળ્યો હતો. ઇગ નોબેલ પુરસ્કારએ નોબેલ પુરસ્કારની એક પેરોડી છે. ૧૯૯૧માં  એક અમેરિકી વિજ્ઞાાન પત્રિકામાં આ સંશોધનોને માન્યતા આપવા માટે થઇ હતી. આ પ્રકારના સંશોધનો લોકોને હસાવે છે એટલું જ નહી પછી વિચારવા માટે મજબૂર કરે છે. 

જાપાની દળના એક પૂર્વ અભ્યાસ પરથી ફલિત થયું હતું કે ઝેબ્રાના ધારવાળા પટ્ટા માખી,મચ્છર કરડતા અટકાવે છે. ગાયોના શરીર પર સફેદ અને કાળા પટ્ટા કરી દેવામાં આવે તો શરીર પર માખી -મચ્છક કરડવાની શકયતા ૫૦ ટકા જેટલી ઘટે છે. આથી ગાયને માખીઓથી બચાવવા માટે આ વૈકલ્પિક આઇડિયા વિચારી શકાય છે. જાપાનના રાષ્ટ્રીય કૃષિ અને ખાધ્ય અનુસંધાન સંગઠન કોજિમા તોમોકિ પણ સંશોધન ટીમમાંના એક હતા. તેમના જણાવ્યા અનુસાર એક પશુપાલકે પોતાના પશુને જીવાત કરડવાથી બચાવવા માટે સલાહ માંગી ત્યારે સંશોધન  નો વિચાર આવ્યો હતો. આ દળનું સંશોધન કીટનાશકોના ઉપયોગને ઓછો કરવામાં મદદ આપી શકે છે.