બર્ગર કિંગના કર્મચારીએ ગ્રાહકને સર્વ કર્યા કચરાપેટીમાં ફેંકેલા ફ્રેન્ચ ફ્રાઈસ, અંતે થઇ ધરપકડ
Image: freepik
નવી દિલ્હી,તા. 21 જુલાઇ, 2023,શુક્રવાર
દક્ષિણ કેરોલિનામાં બર્ગર કિંગના આસિસ્ટન્ટ મેનેજર ગ્રાહકોને કચરાપેટીમાં ફેંકેલા ફ્રેન્ચ ફ્રાઈસ પીરસ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે 39 વર્ષીય જેમે ક્રિસ્ટીન મેજર પર સોમવારે ફૂડ ટેમ્પરિંગનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ ઘટનામાં પોલીસ વિભાગે 9 જુલાઈના રોજ ફાસ્ટ ફૂડ કંપનીમાં કથિત ગ઼ડબ઼ડીનો જવાબ આપ્યો હતો. ઘટનાસ્થળે, તેઓને બે મહિલાઓને રેસ્ટોરન્ટ સ્ટાફ પર બૂમો પાડતી જોઇ હતી. આ મહિલાઓ સ્ટાફને ધમકાવીને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. પોલીસે આઉટલેટને જણાવ્યું હતું કે, જ્યારે અધિકારીઓએ મહિલાઓને વિનંતી કરી છતાં તેઓ શાંત ન થઇ ત્યારે બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
બે દિવસ પછી, બર્ગર કિંગ હેડક્વાર્ટરે પોલીસને પાછી બોલાવી અને તેમને જણાવ્યું કે, મેજરે તેમને કચરાપેટીમાંથી લઇને ફ્રાઈસ પીરસ્યા હતા, તેથી મહિલાઓ ગુસ્સે ભરાઇ હતી. મેજરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેના પર આરોપ છે કે તેણે ઇરાદાપૂર્વક આ કાર્ય કર્યું હતુ.