World

ઇરાન યુદ્ધ, અમેરિકી ખેડૂતોને સહાય અને ઇબોલા માટે ટ્રમ્પે કોંગ્રેસ પાસે 87.6 ડોલર માગ્યા

By GS TEAM
25 Jun 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનમાં, પેન્ટાગોને ઇરાન સામે યુદ્ધ ખર્ચ, ખેડૂતોને સહાય અને ઇબોલા કટોકટી માટે કોંગ્રેસ સમક્ષ $87.6 બિલિયન માંગ્યા છે. આ માંગણી મુશ્કેલ છે કારણ કે ઘણા સાંસદો વધુ લશ્કરી કાર્યવાહીનો વિરોધ કરે છે. ટ્રમ્પે રિપબ્લિકન સેનેટર્સ સાથે લંચ દરમિયાન આ મુદ્દે ગરમાગરમી અને રાડારાડી કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાન યુદ્ધ, અમેરિકી ખેડૂતોને સહાય અને ઇબોલા માટે ટ્રમ્પે કોંગ્રેસ પાસે 87.6 ડોલર માગ્યા
  • ડૉનાલ્ડ ટ્રમ્પે અંગત લંચ સમયે રીપબ્લિકન સેનેટર્સ સાથે પણ પૂરક બજેટની રજૂઆત કરી ત્યારે ગરમાગરમી, રાડારાડી થઈ
    વૉશિંગ્ટન : ઇરાન સામેના યુદ્ધના ખર્ચને પહોંચી વળવા પેન્ટાગોને કરેલી માગણીતેમજ અમેરિકી ખેડૂતોને સહાય કરવા અને ઇબોલા કટોકટીને પહોંચી વળવા વ્હાઇટ હાઉસે કોંગ્રેસ (સંસદ) સમક્ષ ૮૭.૬ બિલિયન ડૉલર્સની માંગણી કરી છે. વિશેષત) મોટા ભાગના સાંસદો વધુ લશ્કરી કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે તે તબક્કે આ માગણી કોંગ્રેસમાંથી પસાર કરી શકવી મુશ્કેલ તો છે જ.
    'ધી ઑફિસ ઑફ મેનેજમેન્ટ એન્ડ બજેટ' દ્વારા સંસદ સામે બુધવારે આ માંગણીઓ મુકવામાં આવી હતી.
    આ પૂર્વે પ્રમુખ ટ્રમ્પે રિપબ્લિક સેનેર્સને પોતે અંગત લંચ ઉપર બોલાવ્યા હતા ત્યારે આ માગણીઓનો વિરોધ કરનારા, નેતાએ વિશેષત: ઇરાન સામેના લશ્કરી પગલાનો વિરોધ કરનારાઓ સાથે પ્રમુખને ભારે ગરમાગરમી થઈ હતી તેમજ સામસામી રાડારાડી પણ થઈ હતી.
    આ માગણીઓ વિશેષત: 'ઓપરેશન એમિક ફ્યુરી' ઉપર કેન્દ્રિત હતી સાથે અમેરિકાના કૃષિકારને સહાય માટેની રકમ પણ તેમાં આવરી લેવાઈ હતી તથા આફ્રિકામાં વકરેલા ઇબોલા માટે સહાયની જરૂરી રકમ પણ તેમાં માગવામાંઆવી હતી. સાથે પાટનગર વૉશિંગ્ટન ડી.સી.ના રંગરૂ ફેરવવા માટે જરૂરી રકમ પણ તેમાં માંગવામાં આવી હતી.
    હાઉસના સ્પીકર માઇક જ્હોનસને સંબોધીને લખેલા પત્રમાં ઑફિસ ઑફ ધ મેનેજમેન્ટ એન્ડ બજેટના ડિરેક્ટર વૉચે માંગણી કરી હતી કે ડૉલર ૬૭ મિલિયન ડિપાર્ટમેન્ટ ઓફ ડીફેન્સ માટે જોઈશે તે ઇરાન યુદ્ધના કાર્યરત ડિફેન્સ પસાનલ્સ માટે અનિવાર્ય છે તેમાં રેડીને એક્સપેન્સીઝ કોસ્ટસ તથા સ્ટોક (શસ્ત્ર સરંજામ) માટે અનિવાર્ય છે.