World

બ્રિટનના પીએમ ઋુષિ સુનક પહોંચ્યા રામ કથામાં, કહ્યું હું રાજનેતા તરીકે નહીં પણ હિંદુ સ્વજન તરીકે આવ્યો

By GS Team
16 Aug 20232 mins read
This article was originally published on 16 Aug 2023
TukuTouch Logo
બ્રિટનના કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં હાલ રામ કથા ચાલી રહી છે ત્યારે હવે આ કથામાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પણ ઉપસ્થિત રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રિટનના પીએમ ઋુષિ સુનક પહોંચ્યા રામ કથામાં, કહ્યું હું રાજનેતા તરીકે નહીં પણ હિંદુ સ્વજન તરીકે આવ્યો

બ્રિટનના કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં હાલ રામ કથા ચાલી રહી છે ત્યારે હવે આ કથામાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કથામાં આવતા ઋષિ સુનકે કહ્યું હતું  હું અહીં રાજકારણી તરીકે નહી પણ એક આસ્થાવાન હિંદુ સ્વજન તરીકે આવ્યો છું. 

ઋષિ સુનક રામકથામાં પહોંચ્યા

બ્રિટનની કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાં રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરારી બાપુએ યૂનિવર્સિટીના મેદાનમાં ‘માનસ યૂનિવર્સિટી’ ટાઇટલથી પોતાનો 921માં પાઠ આયોજિત કર્યો છે. યુકેની કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પણ મોરારી બાપુની રામકથામાં પહોંચ્યા હતા. આ દરમિયાન ઋષિ સુનકે કહ્યું હતું કે, હું આ કથામાં એક રાજકારણી તરીકે નહિ પણ એક આસ્થાવાન હિન્દુ સ્વજન તરીકે આવ્યો છું.

હું હિન્દૂના રૂપમાં આવ્યો છું : પીએમ સુનક

આ કથામાં હાજરી આપતા ઋષિ સુનકે કહ્યું હતું કે ભારતીય સ્વતંત્રતા દિવસ અવસર પર  મોરારી બાપુની રામ કથામાં થવું સમ્માનની વાત છે તેમણે વધુમાં કહ્યું કે તે કાર્યક્રમમાં પીએમ નહિ પણ એક હિન્દૂના રૂપમાં આવ્યા છે અને તેમની માટે આસ્થા વ્યક્તિગત છે. આ તેમના જીવનના દરેક પાસામાં માર્ગદર્શન કરે છે. સુનકે કહ્યું કે પીએમ બનવું આસાન કામ નથી, તેમણે કેટલાક કડક નિર્ણય લેવા પડે છે. બ્રિટનના વડાપ્રધાને કહ્યું કે 11 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર દિવાળી પર દીવો પ્રગટાવવો સુવર્ણ ક્ષણ હતી, તેમના પીએમ આવાસના ટેબલ પર એક ગણેશજી પણ છે.

બ્રિટિશ અને હિન્દૂ હોવા પર ગર્વ

ઋષિ સુનકે કહ્યું કે તેમણે બ્રિટિશ અને હિન્દૂ હોવા પર ગર્વ છે, તેમણે પોતાના બાળપણ અને પરિવાર સાથે મંદિર જવાના સમયને પણ યાદ કર્યો છે, તેમણે કહ્યું કે સૌથી મોટુ મૂળ કર્તવ્ય અથવા સેવા છે. સુનકે રામાયણ, ભગવન ગીતા અને હનુમાન ચાલીસાનું સ્મરણ કરતા કહ્યું કે તેમની માટે શ્રી રામ પડકારનો સાહસ સાથે સામનો કરવા, વિનમ્રતા સાથે શાસન કરવા અને નિસ્વાર્થ ભાવથી કામ કરવા માટે પ્રેરણા રહેશે. 

ભગવાન હનુમાનના આશીર્વાદ

બ્રિટિશ પીએમનું સ્વાગત કરતા મોરારી બાપુએ ભગવાન હનુમાનનો આશીર્વાદ લીધો હતો અને સુનકે સેવાને સુવિધાજનક બનાવવા માટે શક્તિની પ્રાર્થના કરી હતી. કથાની શરૂઆતમાં મોરારી બાપુએ સુનકને માત્ર પીએમ નહિ પણ ભારતીય મૂળના વ્યક્તિના રૂપમાં પ્રશંસા કરી હતી. મોરારી બાપુએ કહ્યું કે સુનકનું નામ શ્રદ્ધેય ઋષિ શોનકથી લેવામાં આવ્યું છે, તેમણે સુનકને વડાપ્રધાનની ભૂમિકામાં જોઇને ઘણી ખુશી થાય છે.

મોરારી બાપુએ શિવલિંગ ભેટ કર્યું

કથાકાર મોરારી બાપુએ ઋષિ સુનકની પ્રશંસા કરી હતી, તેમણે જણાવ્યું કે સુનક ભેટ લેવાથી બચે છે માટે સોમનાથથી એક પવિત્ર શિવલિંગને ભેટ કર્યું છે. આ પહેલા મોરારી બાપુએ આઝાદીના અમૃત મહોત્ત્સવ સમારંભના ભાગના રૂપમાં યૂનિવર્સિટીમાં તિરંગો પણ લહેરાવ્યો હતો.