લંડન તા. 5 સપ્ટેમ્બર 2022,સોમવાર
જુલાઈ ૧૯૭૫માં મેરી એલિઝાબેથ ટ્રુસ તરીકે જન્મેલા લીઝ ટ્રુસ પોતના વચ્ચેના નામ એલિઝાબેથ કે લીઝ તરીકે ઓળખાય છે. બ્રિટનના વડાપ્રધાન તરીકે તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
ઓક્સફોર્ડમાં ભણેલા અને સર્ટિફાઈડ ચાર્ટર્ડ મેનેજમેન્ટ એકાઉન્ટનું ભણતર ધરાવતા ટ્રુસ શરૂઆતથી કોન્ઝર્વટીવ પાર્ટીમાં નહોતા તેમણે શરૂઆતમાં લિબરલ પાર્ટી સાથે કામ કર્યું હતું એક ઓક્સફોર્ડ પણ વિધાર્થીઓની લિબરલ પાર્ટીના વડા તરીકે જ કામગીરી કરતા હતા.
પ્રથમ વખત હેમ્સવર્થથી ૨૦૦૧માં અને પછી ૨૦૦૫માં વેલી બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા પણ બન્ને વખત હારી ગયા હતા.
વર્ષ ૨૦૧૬માં તેમણે પ્રથમ વખત ચૂંટણી જીતી હતી. એક સમયે ટ્રુસ એવું માનતા હતા કે બ્રિટને યુરોપીયન સંઘ સાથે જોડાયેલું રહેવું જોઈએ અને તેનાથી અલગ થવું જોઈએ નહી. જોકે પછી બ્રેક્ઝિટના તરફદાર બન્યા હતા અને તેના માટે પ્રચાર કર્યો હતો. અહી નોંધવું જોઈએ કે વડાપ્રધાન બોરસ જ્હોનસને જ બ્રેક્ઝિટ માટેની સંધિને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.

ટ્રુસ અગાઉ વડાપ્રધાન થેરેસા મેના મંત્રીમંડળમાં નાયબ નાણા મંત્રી તરીકે કામ કરતા હતા જયારે જહોન્સનની સરકારમાં તેમની પાસે વિદેશ મંત્રાલયની કામગીરી આવી હતી.
વડાપ્રધાન તરીકે ઋષિ સુનાક સામે પ્રચારમાં તેમણે બ્રિટનના અર્થતંત્રને ફરી વેગવંતુ બનાવવા માટે ટેક્સ કાપ ઉપર વધારે ભાર મુક્યો હતો આ સિવાય ચાર દાયકામાં સૌથી ઉંચી મોંઘવારીથી ત્રસ્ત સ્થાનિક પ્રજાને વધારે રાહત આપવાની પણ તેમણે જાહેરાત કરી છે.


