લંડન, તા. 21 ઓક્ટોબર 2022 શુક્રવાર
બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રસે ગુરૂવારે પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે વડાપ્રધાન કાર્યાલય 10 ડાઉનિંગ સ્ટ્રીટની સામે કહ્યુ કે જે મેન્ડેટ હેઠલ મારી પસંદગી થઈ હતી તેને હુ પૂરુ કરી શકી નહીં. જે સમયે તેમની પસંદગી વડાપ્રધાન પદે થઈ હતી તે આર્થિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે અસ્થિરતાનો સમય હતો.
આગામી અઠવાડિયે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા માટે ચૂંટણી થવાની છે. ટ્રસે કહ્યુ કે જ્યાં સુધી નવા નેતા પસંદ કરવામાં નહીં આવે ત્યાં સુધી કાર્યકારી વડાપ્રધાન પદ પર રહેશે. રાજીનામા બાદ બ્રિટનમાં હવે શુ થઈ રહ્યુ છે અને નવા વડાપ્રધાનની ચૂંટણીથી ભારત સાથે સંબંધો પર શુ અસર પડશે.
વધુ વાંચો: લિઝ ટ્રસે 'ટ્રસ્ટ' ગુમાવતા ૪૫ દિવસમાં જ બ્રિટનનાં પીએમપદેથી રાજીનામું
બ્રિટનમાં શુ હલચલ
વડાપ્રધાન રાજીનામુ આપી દેશે તેવી અટકળો તો બે દિવસથી લગાવાઈ રહી હતી હવે માહોલ અસમંજસનો છે કેમ કે આગામી નેતાની ચૂંટણી એક અઠવાડિયાની અંદર કરવાની છે. પ્રશ્ન એ છે કે જે પ્રક્રિયા અગાઉ પહેલા પાંચ અઠવાડિયામાં પૂરી થઈ શકી નહોતી તે એક અઠવાડિયામાં કેવી રીતે પૂરી થઈ જશે આને લઈને કોઈ યોગ્ય જવાબ આપી રહ્યુ નથી.

આનુ એક કારણ એ હોઈ શકે છે નેતૃત્વ પદ માટે એક જ ઉમેદવાર હશે અથવા બે ઉમેદવારની વાત ચાલી રહી છે. જો એક ઉમેદવાર હશે તો ઋષિ સુનકનુ નામ સામે આવવાની શક્યતા છે. બે ઉમેદવાર હશે ત્યારે પણ સુનક તેમાંથી એક હોઈ શકે છે. એવુ લોકોનુ માનવુ છે.
જોકે જેરેમી હંટનુ પણ નામ સામે આવી રહ્યુ હતુ પરંતુ તેમણે ઈનકાર કરી દીધો. આ સિવાય પેની મોર્ડેંટનુ નામ પણ છે. અમુક લોકો એ પણ કહી રહ્યા છે કે જો સર્વસંમિતની વાત આવે તો શક્ય છે કે બોરિસ જોનસન ફરીથી મેદાનમાં આવી જાય.

આ સિવાય સોહેલા બ્રેવરમેનના નામની પણ ચર્ચા છે પરંતુ તેમને પહેલા જેટલુ સમર્થન નહીં મળે. એ પણ શક્ય છે કે કન્ઝર્વેટિવ પાર્ટીના સામાન્ય સભ્ય આ પ્રક્રિયામાં ભાગ ન લે અને માત્ર સાંસદ જ નવા પ્રતિનિધિની ચૂંટણી કરી લે, ત્યારે આ પ્રક્રિયા એક અઠવાડિયામાં પૂરી થઈ જશે કેમ કે તમામ એક લાખ સાઠ હજાર લોકો સુધી પહોંચવામાં ખૂબ સમય લાગી જશે.
આગામી પીએમની સામે શુ પડકાર
લિઝ ટ્રસ પોતાના વચન પર ખરા ઉતરી શક્યા નહીં, એ કહી શકાય કે તેમના વચન ખૂબ પુસ્તકિયા હતા, કે અર્થવ્યવસ્થાનો વિકાસ કરો, ટેક્સ ઓછા કરો. સૈદ્ધાંતિક રીતે આ યોગ્ય છે પરંતુ દરેક બાબતનો એક સમય હોય છે. ઋષિ સુનક કહી રહ્યા હતા કે આ તમામ વાતો આપણે કરવા ઈચ્છીએ છીએ પરંતુ અત્યારે આનો યોગ્ય સમય નથી. અત્યારે મોંઘવારી અને મંદીનો સમય છે.
બ્રિટનના લોકો પરેશાન છે. તેમને લાગી રહ્યુ છે કે જો સિસ્ટમ અલગ હોત તો સામાન્ય ચૂંટણી થઈ જાત અને લેબર પાર્ટી આવી જાત પરંતુ સમસ્યા તેમની સામે પણ આ જ હોય, આ આંતરરાષ્ટ્રીય સમસ્યા છે હવે એક એવા વ્યક્તિની જરૂર છે જે સંયમથી કામ લે, મોટા મોટા વચન ના આપે, લોકોનો વિશ્વાસ જીતે અને ધીમેધીમે આગળ વધે. લેબર પાર્ટીને લાગે છે કે સમગ્ર સરકારને બદલવાની જરૂર પડી ગઈ છે પરંતુ અહીંની વ્યવસ્થા અને આંકડા પર નજર નાખીએ તો કન્ઝર્વેટિવ પાર્ટીની પાસે 650 ના સભાગૃહમાં 357 સાંસદ છે અને જ્યાં સુધી પાર્ટી એક છે અને તે ચૂંટણી જીતવા ઈચ્છતી નથી તો ચૂંટણી થશે નહીં.
1992માં જ્યારે બ્રિટન ઈઆરએમ (યુરોપિયન એક્સચેન્જ રેટ મિકેનિઝમ) માંથી નીકળવા પર મજબૂર થયુ હતુ તે સમયે ઠીક આ રીતનુ આર્થિક સંકટ હતુ. તે સમય પણ બે વર્ષ સુધી કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર ચાલી હતી પરંતુ જે શાખ તે સમયે તેમણે ગુમાવી, તેની ચૂકવણી થઈ શકી નથી. આ વખતે પણ મને આવુ જ થતુ જોવા મળી રહ્યુ છે.



