બ્રિટનમાં મે મહિનાનો પ્રથમ દિવસ અત્યાર સુધીનો સૌથી ગરમ
- સત્તાવાળાઓની ખુલ્લામાં તરવા સામે ચેતવણી
- દક્ષિણ પશ્ચિમ લંડનમાં આવેલા કેવ ગાર્ડનમાં 28 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું
લંડન : બ્રિટનમાં મે મહિનાનો પ્રથમ દિવસ અત્યાર સુધીનો સૌથી ગરમ રહ્યો છે અને તળાવમાં તરતી વખતે ૧૬ વર્ષના છોકરાનું મોત થતાં સત્તાવાળાઓએ ખુલ્લા પાણીમાં તરવા સામે ચેતવણી જારી કરી છે.
દક્ષિણ પશ્ચિમ લંડનમાં આવેલા કેવ ગાર્ડનમાં તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. આજના ૨૮ ડિગ્રી તાપમાને ૧૯૯૦માં સ્કોટલેન્ડના ઉત્તર પૂર્વમાં આવેલા મોરેમાં નોંધાયેલા ૨૭.૪ ડિગ્રી સેલ્સિયસથી વધારે છે.
હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર બપોરના સમયે દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડમાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસ સુધી જઇ શકે છે.
બ્રિટનની નેશનલ વેધર સર્વિસ મેટ ઓફિસના ડેપ્યુટી ચીફ માઇકલ સિલ્વરસ્ટોનના જણાવ્યા અનુસાર ૧૮૬૦થી રેકોર્ડ રાખવાનું ચાલુ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી મેના પ્રથમ દિવસે બ્રિટનમાં ૩૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું છે.
જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલથી તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. સત્તાવાળાઓએ ખુલ્લા પાણીમાં તરવા સામે ચેતવણી જારી કરી છે.
ઉલ્લેખનીય છે કે નોટ્ટિંગહામમાં બુધવારે એક તળાવમાં તરી રહેલા ૧૬ વર્ષના કિશોરનું મોત થયું હતું. આ કિશોરનું કઇ રીતે મોત થયું તેની તપાસ ચાલી રહી છે.
લંડન ફાયર બ્રિગર્ડે પણ ખુલ્લા પાણીમાં તરવા સામે ચેતવણી જારી કરી છે. લંડન ફાયર બ્રિગેડે જણાવ્યું છે કે એપ્રિલમાં ગયા વર્ષની સરખામણીમાં પાણી આધારિત ઘટનાઓમાં ૩૨ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.