- વસાહતીઓનો પ્રશ્ન બ્રિટનમાં ગંભીર બન્યો છે
- આપણે પર્વત ચઢવાનો છે : કોન્ઝર્વેટિવ્ઝનાં નેતા કેમી બેડનોક કોન્ઝર્વેટિવ પાર્ટીનાં વાર્ષિક અધિવેશનમાં પડકાર સાથે કહ્યું
માન્ચેસ્ટર : ઇંગ્લેન્ડમાં ટોરીઝ (રૂઢીચૂસ્ત પાર્ટી) પાર્ટી માત્ર ડાબેરી તેવી વર્તમાન સરકાર સામે લડી રહી નથી. પરંતુ યુ.કે.ને જમણેરી ઝૂકાવ આપી સુધારવા માગે છે. સમય એક એવો હતો કે બ્રિટનની કોન્ઝર્વેટિવ પાર્ટી પોતાને દુનિયાની સૌથી વધુ સક્સેસફૂલ પાર્ટી કહેવડાવતી હતી. પરંતુ હવે તેવું નથી રહ્યું.
૨૦૨૪માં તે પાર્ટી સત્તા ઉપરથી દૂર થઈ. તે પૂર્વેનાં ૧૦૦ વર્ષમાં ૬૦થી વધુ વર્ષ સુધી ટુકડે ટુકડે તેણે રાજ કર્યું. હવે તે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને અનુસરી રહ્યું છે અને ગેરકાયદે વસાહતીઓ સામે તેણે ઝૂંબેશ ઉઠાવી છે તે તેટલું જ નહીં પરંતુ ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફીશ્યન્સી (ડૉજ)ને અનુસરી તે સરકારી ખર્ચમાં કાપ મુકવા માગે છે.
ટોરીઝમાંથી છૂટાં પડેલાં આ કટ્ટર જમણેરી જૂથનાં નેતા છે. નીગેલ ફટાગે. ઓપિનિયન પોલ્સમાં મહિનાઓથી તેઓ ટોપ ઉપર છે. તેમનાં જૂથે તેમની જ મૂળ પાર્ટી કોન્ઝર્વેટિવ પાર્ટીને મે મહિનામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પછડાટ આપી હતી. તે પછી કોન્ઝર્વેટિવ્સમાંથી ઘણા ઘણા સભ્યો અને પદાધિકારીઓ પણ તેમની સાથે ભળ્યા. તે સર્વેને તેઓએ આવકાર્યા છે.
માન્ચેસ્ટરમાં મળેલા તે જૂથનાં અધિવેશનમાં હાજરી ઓછી હતી છતાં આ અલ્ટ્રા કોન્ઝેર્વટીવ્સનાં એક નેતાએ સેન્ટ્રલ કોન્ફરન્સ હોલમાં પડકાર ફેંકતાં કહ્યું : આપણે પર્વત ચઢવાનો છે પરંતુ આપણા હૃદયમાં એક ગીત ગૂંજે છે, અને આપણે 'યુદ્ધ' માટે સજ્જ છીએ.
વાસ્તવમાં વસાહતીઓનો પ્રશ્ન બ્રિટનમાં પણ ગંભીર બનતાં હવે ત્યાં કટ્ટરપંથી જમણેરી જૂથો પ્રબળ બનતાં જાય છે તેની આ નિશાની છે.


