લંડન,૧૫ એપ્રિલ,૨૦૨૫,મંગળવાર
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વૉરથી દુનિયા આખી પરેશાન જોવા મળે છે. ચીન અને અમેરિકા વચ્ચે તો ટ્રેડ વોર ફાટી નિકળ્યું છે. અમેરિકાએ બ્રિટન પર ટેરિફ લાદતા વેપારને થનારા સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને ૨૬ અબજ ડોલરના સહાયતા પેકેજની જાહેરાત કરી છે જેમાં નિકાસકારોને સીધી નાણાકિય મદદનો સમાવેશ થાય છે. આનાથી ટેરિફ પ્રભાવિત કંપનીઓને મદદ મળશે એવી સરકારે આશા રાખી છે.
બ્રિટન સરકારે ગત રવિવારે જાહેરાત કરી હતી કે ૮૯ વસ્તુઓ પર લાગતા ટેરિફને જુલાઇ ૨૦૨૭ સુધી ઘટાડીને શૂન્ય કરી નાખશે. આ વસ્તુઓમાં પાસ્તા,જયૂસ જેવા ખાધ્ય પદાર્થો ઉપરાંત પ્લાસ્ટિક અને બાગબાનીના સામાનનો સમાવેશ થાય છે. શૂલ્ક હટાવવાથી બ્રિટનમાં આયાત થતી વસ્તુઓના દામમાં ઘટાડો થશે. આથી વિભિન્ન કંપનીઓ પરનો બોજ ઓછો થશે. સરકારે ગત સપ્તાહ જાહેરાત કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પે કાર પર લાગુ પાડેલા વધારાના ૨૫ ટકા જેટલા ટેરિફના જવાબમાં મોટરવાહન ઉધોગ માટે પર્યાવરણ સંબંધી નિયમોમાં છુટછાટ આપશે.


