Get The App

ગાઉન ઊંચું પકડી રોડ પર દોડતી જોવા મળી 300 દુલ્હન, જાણો અનોખી રેસની વાતો

Updated: Nov 28th, 2018

GS TEAM

Google News
Google News
ગાઉન ઊંચું પકડી રોડ પર દોડતી જોવા મળી 300 દુલ્હન, જાણો અનોખી રેસની વાતો 1 - image

બેંકોક, 28 નવેમ્બર 2018, બુધવાર

લગ્નનો દિવસ સૌથી વધારે ખાસ હોય છે વર અને કન્યા માટે. તેમાં પણ લગ્નમાં દુલ્હન બનેલી કન્યા તો શરમ અને સુંદરતાની મૂર્તિ સમાન દેખાય છે. પરંતુ આજે તમને એક એવી રેસ વિશે જાણીને આશ્ચર્ય થશે જેમાં દુલ્હનો શરમ છોડી રોડ પર દોડતી જોવા મળે છે. આ રેસમાં માત્ર દુલ્હન જ નહીં પરંતુ તેમના પતિ પણ દોડતા હોય છે. કોઈ પોતાની દુલ્હનને પકડી અને તેડી લે છે તો કોઈ ખભા પર લઈ દોડવા લાગે છે. આવો નજારો હતો બેંકોકના રસ્તાઓનો, જેના પર 300થી વધારે દુલ્હન દોડતી જોવા મળી હતી.

ગાઉન ઊંચું પકડી રોડ પર દોડતી જોવા મળી 300 દુલ્હન, જાણો અનોખી રેસની વાતો 2 - image

બૈકોકના રસ્તા પર 24 નવેમ્બરના રોજ આ નજારો જોવા મળ્યો હતો. 300થી વધારે દુલ્હન સફેદ ગાઉનમાં સજ્જ રોડ પર રેસ લગાવી રહી હતી. બૈંકોકમાં દર વર્ષે આ અનોખી રેસ યોજાય છે. રનિંગ ઓફ બ્રાઈડ્સ રેસમાં જે દુલ્હન જીતે છે તેને શાનદાર ઈનામ મળે છે. ઈનામ મેળવવવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં કપલ આ રેસમાં ભાગ લેવા આવે છે. આ રેસ 3 કિલોમીટરની હોય છે. રેસના અંતિમ તબ્બકામાં દુલ્હનના પતિ તેને તેડીને દોડે છે. 

ગાઉન ઊંચું પકડી રોડ પર દોડતી જોવા મળી 300 દુલ્હન, જાણો અનોખી રેસની વાતો 3 - image

આ રેસની ખાસ વાત એ હોય છે કે તેમાં માત્ર કપલ જ ભાગ લઈ શકે છે. તેમાં પણ તેઓ લગ્નના જ કપડામાં સજ્જ હોય તે જરૂરી હોય છે. રેસમાં જે જોડી જીતે છે તેમના લગ્ન શાહી અંદાજમાં કરવામાં આવે છે અને તેમને માલદીવ અને જાપાનના સપ્પોરોમાં હનીમૂન માટેનું પેકેજ આપવામાં આવે છે. વિજેતા જોડીને 20 લાખ થાઈ બાટ એટલે કે 60,400 ડોલરનું ઈનામ આપવામાં આવે છે.