જાકાર્તા, તા. 2 ફેબ્રુઆરી 2021, મંગળવાર
બે ઘડી વિચારોએક બાજૂ તમારા લગ્નના ફેરાની તૈયારી થતી હોય અને બીજી બાજૂ તમારો જૂનો પ્રેમી ત્યાં પહોંચી જાય તો શું થાય. અચાનક આવી ચડેલા પ્રેમીને જોઈને આપ ખુશ થશો કે ગભરાઈ જશો!
જો તમે એવું વિચારતા હોય કે, આવુ શક્ય નથી, તો તમારી ધારણા ખોટી છો. કારણ કે, થોડા દિવસ પહેલા જ ઈન્ડોનેશિયાની એક દુલ્હને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેનો એક્સ બોયફ્રેન્ડ તેને લગ્નની શુભકામના આપતો નજરે ચડે છે. સ્વાભાવિક છે કે, શુભેચ્છા આપવામાં કંઈ ખોટુ નથી. પણ ત્યાં હાજર મહેમાનો માટે એક વાતે ખૂબ જ આશ્ચર્યમાં નાખી દીધા, તેણે પોતાના પતિને પુછ્યુ કે, શું તે એક વાર પોતાના એક્સને ગળા લગાવી શકે ખરી ?

લગ્નમાં દુલ્હનનો એક્સ બોયફ્રેન્ડ શુભકામના આપવા માટે પહોંચ્યો હતો. જ્યારે તે દુલ્હનની બાજૂમાં પહોંચ્યો તો, તેણે હેંડશેક માટે હાથ લંબાવ્યો. ત્યારે દુલ્હનથી પણ રહેવાયુ નહીં, પણ પતિ પાસે મંજૂરી માગી કે, તે પોતાના જૂના પ્રેમીને ગળે લગાવા માગે છે.
પતિએ પણ હા પાડી દીધી અને પછી તો મન ભરીને દુલ્હને પોતાના જૂના બોયફ્રેન્ડને ગળે લગાવી લીધો. બાદમાં બોયફ્રેન્ડ પતિ સાથે હાથ મિલાવ્યો અને તેને પણ ગળે લગાવ્યો. ત્યારે હવે સોશિયલ મીડિયા પર આ શાનદાર પળનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.કારણ કે, હાલના સમયમાં મોટા ભાગના લોકો પોતાના જૂના સંબંધોને છુપાવતા હોય છે.


