BRICS vs વેસ્ટર્ન વર્લ્ડ : દુનિયામાં ફરી શીત યુદ્ધ શરૂ થવાના ભણકારા, શું છે તેનું કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અમેરિકા પછી હવે નાટોની ભારત-ચીન-બ્રાઝિલને ધમકીનો શો અર્થ છે
- બીજા વિશ્વ યુદ્ધ પછી અમેરિકા-રશિયા વચ્ચેનું શીત યુદ્ધ લશ્કરી હતું, હવેનું શીત યુદ્ધ આર્થિક અને રાજકીય સ્તરનું હોવાનો દાવો
Cold War news : બીજા વિશ્વ યુદ્ધ પછી દુનિયામાં અમેરિકાના નેતૃત્વમાં લોકતંત્રના પ્રસાર જ્યારે સોવિયેત સંઘ રશિયાના નેતૃત્વમાં સામ્યવાદી વિચારધારાના પ્રસાર માટે શીત યુદ્ધ શરૂ થયું હતું. દુનિયામાં રશિયાનું પ્રભુત્વ રોકવા માટે પશ્ચિમી દેશોએ સૌથી શક્તિશાળી સૈન્ય સંગઠન નાટો બનાવ્યું હતું. જોકે, સોવિયેત સંઘ રશિયાના પતન સાથે અમેરિકા અને રશિયા વચ્ચેના શીત યુદ્ધનો અંત આવ્યો હતો. પરંતુ દુનિયામાં હવે નાટો વિરુદ્ધ બ્રિક્સ વચ્ચે શીત યુદ્ધના ભણકારા વાગવા લાગ્યા છે, જે સૈન્યના બદલે આર્થિક અને રાજદ્વારી હોવાની શક્યતા છે.
બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા દ્વારા સ્થાપિત બ્રિક્સ એવું સંગઠન છે જે વિકાસશીલ અર્થતંત્રોને એક મંચ પર લાવે છે. આ સંગઠનમાં વધુ પાંચ દેશો ઈજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન અને સંયુક્ત આરબ અમીરાત જોડાતા આ સંગઠન હવે 10 દેશોનું બની ગયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આ 10 દેશોનો હિસ્સો 41% જેટલો છે. બીજી તરફ પશ્ચિમી દેશોનું નેતૃત્વ અમેરિકા અને નાટો કરી રહ્યા છે, જે મુખ્ય રીતે આર્થિક ઉપરાંત સૈન્ય શક્તિનું કેન્દ્ર છે.
દુનિયામાં બ્રિક્સ સંગઠનનો પ્રસાર વધી રહ્યો હોવાથી નાટો ચિંતામાં પડી ગયું છે. બ્રિક્સ અમેરિકા અને પશ્ચિમી દેશો માટે જોખમી બની રહ્યું હોવાની અટકળો વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સના સભ્ય દેશો પર 10 ટકા વધારાના ટેરિફની ધમકી આપી હતી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પછી હવે નાટોના મહામંત્રી માર્ક રૂટે ભારત, ચીન અને બ્રાઝિલને 100 ટકા ટેરિફ અને અન્ય પ્રતિબંધો લગાડવાની ધમકી આપી છે. આ સાથે બ્રિક્સ અને પશ્ચિમના દેશોવચ્ચે શીત યુદ્ધ શરૂ થવાની ચેતવણી દુનિયાના રાજકીય નિષ્ણાતોએ આપી છે.
શીત યુદ્ધનો અર્થ છે યુદ્ધ વિના જ પોતાનો પ્રભાવ ફેલાવવાની મહેચ્છા સાથે આર્થિક અને સૈન્ય જૂથબંધી. બીજા વિશ્વ યુદ્ધ પછી દુનિયામાં એક તરફ સોવિયેત સંઘ (રશિયા) અને તેના પ્રભાવ નીચેનાં પૂર્વ યુરોપનાં સભ્યો હતાં. બીજી તરફ અમેરિકાનાં નેતૃત્વ નીચે નાટો સંગઠનમાં પશ્ચિમ યુરોપ, અમેરિકા, કેનેડા હતાં. અમેરિકા અને નાટોના નેતૃત્વમાં લોકતાંત્રિક વિચારધારાનો પ્રસાર થઈ રહ્યો હતો.
બીજીબાજુ રશિયાના નેતૃત્વમાં પૂર્વ જર્મનીથી શરૂ કરી પૂર્વ યુરોપનાં રાજ્યો અને સોવિયેત સંઘ અને ચીન, મોંગોલિયા, ઉ.કોરિયા અને ઉત્તર વિયેતનામ સુધીનો સામ્યવાદી બ્લોક હતો. તે લશ્કરી સંગઠન પણ હતું. નવા શીતયુદ્ધમાં લશ્કરી તાકાતની વાત નથી. તેનું લક્ષ્ય છે. ગ્લોબલ સાઉથના દેશોનું સંગઠન ઊભું કરી તેને મજબૂત અવાજ આપવો અને પશ્ચિમનાં વર્ચસ્વ (આડકતરો)ને પડકાર આપવો. 6-7 જુલાઈએ બ્રાઝિલમાં રિયો-ડી-જેનેરિયોમાં જે મહત્ત્વના નિર્ણય લેવાયા તે આ પ્રમાણે છે :
(1) અમેરિકી ડોલર પરની નિર્ભરતા ઘટાડવી, એક બીજા દેશોે એક બીજાની કરન્સી સ્વીકારવી, બની શકે તો બ્રિક્સે પોતાનું જ ચલણ તૈયાર કરવું. આથી અમેરિકા બ્રિક્સ ઉપર સખત ગિન્નાયું છે.
(2) ભારતની વાત લઇએ તો, ભારત-રશિયા સંબંધો તો ઘણા જુના છે. ભારતની 80 ટકા શસ્ત્ર આયાત રશિયાથી જ થાય છે. 100 ટકા ટેરિફની પણ તલવાર તોળાય છે.
(3) ભારત બ્રિક્સમાં સક્રિય છે. છતાં અમેરિકાના નેતૃત્વ નીચેનાં ક્વોડમાં પણ સભ્ય છે. આ સંગઠનમાં ભારત અમેરિકા, જાપાન, અને ઓસ્ટ્રેલિયા સાથે જોડાયેલું છે.
(4) અમેરિકા જો 100 ટકા ટેરિફ લગાડે તો ભારતમાંથી થતી નિકાસ (જેવી કે દવાઓ, કાપડ અને તૈયાર કપડાં વગેરે) ઉપર અસર પડે જ. આમ ભારતે ટાઈટ રોપ પર આવવાનું રહે છે.









