World

બ્રાઝિલના માલ પર ટ્રમ્પે લાદેલા ટેરિફને બ્રાઝિલના પ્રમુખ લુલાદ' સિલ્વાએ રાજકીય હેતુસરના અને તર્કહીન કહ્યા

By GS TEAM
15 Sep 20252 mins read
બ્રાઝિલના માલ પર ટ્રમ્પે લાદેલા ટેરિફને બ્રાઝિલના પ્રમુખ લુલાદ' સિલ્વાએ રાજકીય હેતુસરના અને તર્કહીન કહ્યા

- ભારતની જેમ બ્રાઝિલ ઉપર પણ 50 ટકાનો ટેરિફ ટ્રમ્પે ઝીંક્યો

- ન્યૂયોર્ક ટાઈમ્સના ઓલ એડ પર આપેલા લેખમાં દ' સિલ્વાએ આટલા ભારે ટેરિફની ટીકા કરતાં લખ્યું બ્રાઝિલની લોકશાહી સાર્વભૌમત્વ ચર્ચાથી પર છે

બ્રાઝિલિયા : બ્રાઝિલથી આયાત કરાતા માલ ઉપર પ્રમુખ ટ્રમ્પે ભારતની જેમ જ ૫૦ ટકા ટેરિફ લાદતાં ગુસ્સે ભરાયેલા બ્રાઝિલના પ્રમુખ લૂઈઝ ઈનાશ્યો લુલા દ' સિલ્વાએ તે આયાતકર રાજકીય હેતુથી અને તર્કહીન રીતે લદાયો હોવાની ઊગ્ર ટીકા કરી છે.

ઉલ્લેખનીય છે કે દ' સિલ્વા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્ર છે. બ્રાઝિલ ભારતનો મિત્ર દેશ છે.

ન્યૂયોર્ક ટાઈમ્પના ઓલ-એડ પાનાં ઉપર તેઓએ આપેલા લેખમાં આ પ્રમાણે જણાવતાં લખ્યું છે કે, ''આમ છતાં બંને દેશોને હિતકારી બની રહે તેવો માર્ગ શોધવા માટે મંત્રણા કરવા હું તૈયાર છું. પરંતુ તે ન ભૂલાય કે બ્રાઝિલ એક લોકશાહી દેશ છે. અને તે સાર્વભૌમ, સ્વતંત્ર દેશ છે તેનું સાર્વભૌમત્વ ચર્ચાથી પર છે.

ટ્રમ્પે પ્રમુખ લુલા દ' સિલ્વા ઉપર પૂર્વ પ્રમુખ જૈર બોલ્સોનારોની પાછળ પડી જવાનો આક્ષેપ મુકતાં કહ્યું હતું કે તેઓની ઉપર ખોટા આરોપો મુકી તેઓને હેરાન કરવામાં આવ્યા.

બોલસોનારો ઉપર ૨૦૨૨માં ખોટી રીતે સત્તા પકડી રાખી પ્રમુખ પદે રહેવાનો પણ આક્ષેપ હતો ત્યારે બ્રાઝિલની જ સુપ્રીમ કોર્ટે તે આક્ષેપોને સાચા ઠરાવ્યા હતા. કોર્ટે આ ચુકાદો ઘણા બધા પુરાવા તપાસીને આપ્યો હતો. તેમ કહેતાં લુલાએ ત્યાં સુધી કહ્યું હતું કે બાલ્સોનારોએ તેના માણસો દ્વારા મારી હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

આ બાલ્સોનારો પ્રમુખ ટ્રમ્પના અંગત મિત્ર છે. તેથી ધૂંધાવાયેલા ટ્રમ્પે બ્રાઝિલના માલ ઉપર પણ ૫૦ ટકા જેટલો આયાતકર (ટેરિફ) ઝિંકી દીધો છે. આથી બ્રાઝિલનો માલ હવે યુ.એન.માં ઓછામાં ઓછી દોઢી કિંમતે મળી શકશે પરિણામે તેના માલની ખપત ઘટશે અમેરિકા સાથેનો વેપાર ઘટશે. આ સ્થિતિ બ્રાઝિલતી અમેરિકા જતા સર્વિસીઝને પણ લાગુ પડે તેમ છે. આથી પ્રમુખ લુલા ધુંધવાય તે સહજ છે.

દરમિયાન પૂર્વ પ્રમુખ બાલોસોનારો બ્રાઝિલિયા સ્થિત તેમનાં નિવાસસ્થાનેથી હોસ્પિટલમાં જવા નીકળ્યા હતા. ગુરૂવારે તેમની વિરુદ્ધ ચૂકાદો આવ્યા પછી રવિવારે તેઓ પહેલીવાર જાહેરમાં દેખાયા હતા.