'જીવતા નાસ્ત્રેદમસ'ની ડરાવી દેનારી ભવિષ્યવાણી, 2023 પૂર્ણ થતા પહેલા બનશે આ મોટી ઘટના!
બ્રાઝિલના એથોસ સાલોમને 'ધ લિવિંગ નાસ્ત્રેદમસ' કહેવામાં આવે છે કારણ કે તેની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે
તેની તાજેતરની આગાહી ડરામણી છે, આનો સંબંધ વિશ્વમાં આવનારી કુદરતી આફત સાથે છે
Updated: Nov 21st, 2023
Increase in Natural Disasters all over World: 'ધ લિવિંગ નોસ્ટ્રાડેમસ' તરીકે ઓળખાતા બ્રાઝિલના 37 વર્ષીય એથોસ સાલોમેએ કેટલીક ડરવી દેનારી ભવિષ્યવાણીઓ કરી છે. તેણે ચેતવણી આપી છે કે આ વર્ષના અંત સુધીમાં ખૂબ જ ખરાબ થઈ શકે છે. સાલોમએ અગાઉ કોરોના વાયરસ, યુક્રેન સામે યુદ્ધ અને મહારાણી એલિઝાબેથના મૃત્યુની ભવિષ્યવાણી કરી પણ કરી હતી. જે બધું સાચું પણ પડ્યું હતું. તેમની સરખામણી 16મી સદીના પ્રખ્યાત ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસ સાથે કરવામાં આવે છે.
દુનિયામાં પૂર અને ભૂકંપની સ્થિતિ સર્જાઈ શકે છે
આ વર્ષના અંત સુધીમાં દુનિયાભરમાં આવી શકે છે પૂર અને ભૂકંપ એથોસ સાલોમએ કહ્યું છે કે 2023ના અંત પહેલા દુનિયામાં કુદરતી આપદાઓ આવી શકે છે. જો કે તેમણે કરેલી ભવિષ્યવાણી કોઈ પથ્થરની લકીર નથી કે કોઈ ડર ફેલાવવાનો ઈરાદો પણ નથી. પરંતુ તેમની ભવિષ્યવાણીમાં ચેતવણી આપવામાં આવી છે કે આ વર્ષના અંત સુધીમાં દુનિયામાં પૂર અને ભૂકંપની સ્થિતિ સર્જાઈ શકે છે.
ક્યાં વિસ્તારમાં સૌથી વધુ પ્રભાવિત થશે?
એથોસે એ પણ જણાવ્યું કે સૌથી વધુ પ્રભાવિત પેસિફિક રિંગ ઓફ ફાયરનો વિસ્તાર થશે. તેણે દાવો કર્યો છે કે ઇન્ડોનેશિયાના જાવા ટાપુ અને ઉત્તરી કેલિફોર્નિયા અને દક્ષિણ બ્રિટિશ કોલંબિયા વચ્ચેના વિસ્તારમાં મોટાપાયે વિનાશ થઈ શકે છે. આ વિસ્તારોના લોકોને ખતરનાક જ્વાળામુખી અને તીવ્ર ભૂકંપનો સામનો કરવો પડશે.
ફિલીપીન્સ અને થાઇલેન્ડમાં શું થશે?
તેમની ભવિષ્યવાણી અનુસાર ચક્રવાત અને તોફાન ફિલિપાઈન્સ અને થાઈલેન્ડ જેવા વિસ્તારોમાં ત્રાટકી શકે છે. જ્યારે મેક્સિકોના અખાત અને ફ્લોરિડામાં હરિકેનનું જોખમ વધવાની આશંકા છે. બ્રાઝિલ, ગંગા અને મેકોંગ નદી ડેલ્ટા જેવા વિસ્તારોમાં ભારે વરસાદનો ભય જોઈ શકાશે, જે ગંભીર પૂરનું કારણ બની શકે છે. એથોસે જણાવ્યું છે કે હવેથી આ વિસ્તારોમાં બચાવ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
તેમના મુજબ દુનિયા ઝોમ્બીસ પણ જોશે
એક વાત એવી પણ છે કે તેમની દરેક ભવિષ્યવાણી સાચી પણ નથી પડતી. આ પહેલા તેમણે 2022માં દુનિયા ઝોમ્બીસ પણ જોશે. તેમજ તેમને એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે 2023માં બાઈબલ માંથી કોઈ શેતાન પણ સામે આવશે, જો કે આવું કઈ થયું ન હતું.
એથોસની ભવિષ્યવાણી પાછળ છે ચેતવણીનો હેતુ
એથોસે કહ્યું કે આવી ઘણી કુદરતી આફતોને રોકવા માટે હવે પગલાં લઈ શકાય છે. તેણે કહ્યું- 'મારો ઈરાદો સમાજમાં ભય પેદા કરવાનો નથી. તેમજ હું એવી પણ આશા રાખું છું કે ઘણી આગાહી કરેલી ઘટનાઓ સાચી ન થાય. હું ફક્ત ઇચ્છું છું કે મારી ચેતવણીઓ વાસ્તવમાં આપણા માટે એકઠા થઈને આપણી સુખાકારીને પ્રાથમિકતા આપવાનું કામ કરે.